• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના પીઠડ ગામે વંદે ગુજરાત વિકાસ રથ કાર્યક્રમ યોજાયો હતો*

રિપોર્ટર.. શરદ એમ.રાવલ.

હડિયાણા…આજ રોજ જામનગર જિલ્લા પંચાયતની પીઠડ સીટ ના પીઠડ ગામે સરકારશ્રી દ્વારા વંદે ગુજરાત વિકાસ રથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જોડિયા મામલતદાર નિલેશભાઈ વ્યાસ સાહેબ હતા.તેમજ સાથે તા.વિ.અ. કુ.માધુરીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રિકા બેન જેઠાલાલ અઘેરા, તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ, ગામ ના સરપંચ અનસોયાબેન મનીભાઈ હોથી, આગેવાન જેઠાલાલ અઘેરા, દામજીભાઈ ચનીયારા તેમજ શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આઇસીડીએસ વિભાગ, CDPO, ફોરેસ્ટ વિભાગ, માહિતી ખાતું તેમજ અન્ય તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયા હતા.આ કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ શ્રી પીઠડ તાલુકા શાળાની બાળાઓ દ્વારા રથનું તેમજ મહેમાનોનું સ્વાગત કરીને કરી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભવોનુ શાબ્દિક સ્વાગત શ્રી TDO મેડમ મધુરીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શ્રી પીઠડ તાલુકા શાળાની બાળાઓ દ્વારા સુંદર મજાનું સ્વાગત ગીત અભિનય સાથે રજૂ કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવીને શોભા વધારી હતી અને બધાને ખુશ કરી દીધા હતા. આ તકે વરસતા વરસાદે પીઠડ ગામ ના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામા હાજર રહયા હતા.આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પીઠડ તાલુકા શાળાના શિક્ષક રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પીઠડ તાલુકા શાળા ના શિક્ષકો ઋજુતાબેન વામજા, બાબુભાઈ વાઘેલા, પ્રતિકભાઈ ઠક્કર તેમજ અન્ય સ્ટાફ અને પીઠડ ગામના તલાટી કમ મંત્રી વલ્લભભાઈ વઘેરા દ્વારા ભારે જહેમત ઉઠાવીને ખૂબ જ સફળ બનાવવામાં આવ્યો. કાર્યક્રમમાં મેડિકલ સ્ટાફ દ્વારા આયુર્વેદિક કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પીઠડ ગામના તમામ ગ્રામજનોનો વહીવટી તંત્ર દ્વારા હ્ર્દયપૂર્વક આભાર માનવામાં આવે છે……..

Related posts

*HELLO MORBI:ઝેરડામાં નવીન શાંતિધામ-સ્મશાન ભૂમિના નિર્માણ માટે યોજાઈ સફળ મીટીંગ*

editor

*રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના 65મા જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલ ‘મિયાવાંકી ફોરેસ્ટ’નું નગરજનોને અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી*

Hello Morbi

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં BJPનો દબદબો, 49માંથી જીતી 32 સીટો-કૉંગ્રેસની કફોડી હાલત

Hello Morbi

Leave a Comment