• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: માળીયા (મી) ના ઝાઝાસર ગામ નજીકથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનો જથ્થો ઝડપી પાડતી માળીયા પોલીસ*

જાજાસર ગામની સીમમા આવેલ આરબ સોલ્ટ નામના મીઠા ના કારખાના પાસે થી બોલેરો ગાડીમા શંકાસ્પદ પેટ્રોલીંયમ પ્રોડકટ તથા સંગ્રહ નો પરદાફાસ કરી રૂ ૧૪,૧૫,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ તથા શ્રીરાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી નાઓએ મોરબી જીલ્લામા બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે i/c શ્રી એસ.એમ.સારડા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પેટ્રોલીયમ પ્રોડકટ સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.સી.ગોહિલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ના ઓને સુચના કરેલ હોય
જે અન્વયે આજરોજ પો.ઇન્સશ્રી આર.સી.ગોહિલ તથા માળીયા મીંયાણા પો.સ્ટે ના પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના પો.હેઙકોન્સ પી.બી.જાડેજા તથા પો.કોન્સ રાયમલભાઇનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે, જાજાસર ગામની સીમમા આવેલ આરબ સોલ્ટ પાસે એક બોલેરો ગાડીમા શંકાસ્પદ પેટ્રોલીંયમ પ્રોડકટ ભરીને વેચાણ અર્થે જતો હોય તેવી હકીકત મળતા શંકાસ્પદ બોલેરો ગાડી રોકી ચેક કરતા બોલેરા ચાલક પાસે આ ગાડીમા ભરેલ પેટ્રોલીંયમ પ્રોડકટ વિશે લાયસન્સ કે પરમીટ માંગતા તેની પાસે ના હોય તથા વધુ યુક્તી પ્રયુક્તી થી વધુ પુછપરછ કરતા પોતે બોલેરો ગાડીમા ભરેલ જથ્થો આરબ સોલ્ટનામના મીઠાના કારખાના પાસે લોખંડના બે ટાંકામા સંગ્રહ કરેલ હોય આમ તે જગ્યા એ તપાસ કરતા નીચે મુજબની વીગતે પેટ્રોલીયમ પ્રોડકટ નો જથ્થો મળી આવેલ જેને શીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરેલ છે
બોલેરો ગાડીનો ચાલક – અશોકકુમાર છોટુરામ ચૌધરી (જાટ) ઉ.વ. ૩૯ ધંધો સુપરવાઇઝર રહે. હાલ આરબ સોલ્ટ જાજાસર ગામનીસીમ, તા. માળીયા મિયાણા મુળ રહે. મંડામદની ગામ તા. દાત્તારામગઢ જી. સિકર રાજસ્થાન> કબ્જે કરેલ મુદ્દામાલ :- (૧) બોલેરો ગાડીમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા પેટ્રોલીયમ પ્રોડકટનો જથ્થો આશરે ૧૦૦૦ લીટર જેની કી રૂ. ૭૦,૦૦૦/-તથા બોલેરો ગાડીની કી રૂ ૨,૦૦,૦૦૦/-
૨) બે લોખંડના ટાંકામાં આશરે ૧૩૫૦૦ લીટર પેટ્રોલીયમ પ્રોડકટનો જથ્થો જેની કીરૂ ૯,૪૫,૦૦૦/-તથા બન્ને લોખંડના ટાંકાની કિરૂ ૨,૦૦,૦૦૦/- મળી કુલ રુ ૧૪,૧૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ
છે>
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- i/c શ્રી એસ.એમ.સારડા નાયબ પોલીસ અધિક્ષક મોરબી
વિભાગ મોરબી તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.સી.ગોહિલ તથા પો.હેઙકોન્સ પી.બી.જાડેજા તથા પો.કોન્સ જયપાલસિહ ઝાલા તથા રવીભાઇ મીયાત્રા તથા રાયમલભાઇ શીયાર તથા બીપીનભાઇ પરમાર તથા હરપાલસિંહ રાજપુત તથા મનસુખભાઇ ચાવડાનાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ:બેઝિક ઓફ ક્વોંટમ સાયન્સ પર વ્યાખ્યાન યોજાયું*

editor

*HELLO MORBI: ૧-ખાખરાબેલાં ગામે ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસવ ઉજવાશે*

editor

*HELLO MORBI:કચ્છના આદિપુર ખાતે માનવતા ગ્રુપ દ્વારા ‘ માં નું રસોડું ‘ સખી દાતાઓ ના સહયોગથી ધમધમ તું રાખી માનવતાની મહેક પસરાવી રહ્યું છે!!!*

editor

Leave a Comment