• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: ખાનગી શાળાઓ બેફામ ફી વસૂલી રહી છે કાયમી શિક્ષણ અધિકારીની નિમણૂક કરો: કોંગ્રેસ પ્રમુખ ચીખલિયા*

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચીખલીયાની મુખ્યમંત્રીને રજુઆત
મોરબી :તા ૧૧ મોરબી જિલ્લામાં શિક્ષણાધિકારીની કાયમી નિમણુંક કરી સ્કૂલ સંચાલકો ઉપર અંકુશ લાવવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લામાં ઘણા સમયથી શિક્ષણક્ષેત્રે એફ.આર.સી. વિરુદ્ધ બેફામ ફી વસુલ કરવામાં આવી રહી છે. ત્યારે એક વર્ષથી મોરબી જિલ્લા શિક્ષણાધિકારી પાસે કચ્છ અને મોરબી જિલ્લાનો સંયુક્ત ચાર્જ હોય જેના કારણે પ્રાઇવેટ સ્કૂલ સંચાલકો ઉપર જિલ્લા શિક્ષણાધિકારીનો કોઈ પણ પ્રકારનો અંકુશ નથી.
મોરબી જિલ્લામાં સ્કૂલ સંચાલકો પોતાની મનસૂફી મુજબ સ્કૂલો ચલાવે છે. અમુક સ્કૂલોમાં રમત -ગમતના મેદાનની વ્યવસ્થા નથી, અમુક સ્કૂલોમાં નિયમો વિરુદ્ધના બાંધકામો આવેલા છે, અમુક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સલામતીના પ્રશ્નો ઉદ્ભવી રહેલ છે, અમુક સ્કૂલો એડમિશનમાં ભેદ-ભાવની નીતિ અપનાવી રહેલ છે, અમુક સ્કૂલો માત્ર નામના મેળવવા હોશિયાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી રહેલ છે, જેના કારણે મોરબી જિલ્લો શિક્ષણક્ષેત્રે વેપાર – ધંધાનું માધ્યમ બની ગયેલ છે. જિલ્લા શિક્ષણાધિકારીનો સ્કૂલ સંચાલકો ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ ન હોવાને કારણે સ્કૂલ સંચાલકો બેફામ બની ગયા છે.
જેથી મોરબી જિલ્લામાં કાયમી જિલ્લા જિલ્લા શિક્ષણાધિકારીની નિમણુંક ક૨ી બેફામ ફી વસૂલી, પ્રવેશ મેળવવા માટે ભેદભાવની નીતિ, નિયમો વિરુદ્ધ બાંધકામ સહિતના પ્રશ્નોને ધ્યાનમાં લઈ સ્કૂલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે લોજપા ના મહામંત્રી દ્વારાઆવેદન પત્ર અપાયું*

editor

*નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણીનો પ્રારંભ સાબરમતી આશ્રમ થી દાંડી યાત્રા ને પ્રસ્થાન કરાવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના ત્રિવિધ વિકાસકાર્ય કાર્યક્રમનું આયોજન*

editor

Leave a Comment