
મોરબી:તા ૧૩ મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓ ના ભવિષ્ય પર અસર ના થાય તે માટે મોરબી જિલ્લા લોજપા ના મહામંત્રી શ્રી મનોજસિંહભાઈ અને હોદેદારો દ્વારા એક વિનંતી પત્ર માનનીય કલેક્ટર સાહેબને આપવામાં આવેલ જે પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે વર્તમાનમાં શિક્ષણ સાથે જોડાયેલા દરેક કર્મચારીઓ ને પોતાની જવાબદારી ઉપરાંત અન્ય જવાબદારીઓ સાથે જોડવામાં આવેલ છે જેમાં એક ને એક કર્મચારીને એક થી વધુ જવાબદારી જેવી કે બી એલ ઓ ડ્યુટી તેમજ જન ગણના ડ્યુટી અને કંટ્રોલ રૂમ ની ડ્યુટી તો આ રીતે એક થી વધારે જવાબદારીનું વહન કરવામાં વિદ્યાર્થીઓ નું હિત જોખમાતું હોવાથી આપ સાહેબને આ બાબતે જાણ કરતો વિનંતી પત્ર આપેલ છે. રૂબરૂ મુલાકાતમાં કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેમજ નિવાસી કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સકારાત્મક અભિગમ દર્શાવેલ છે કે અમે દરેક વિભાગમાં આ બાબતની જાણ કરેલ છે અને ટંકારા તાલુકામાં આ બાબતે કંટ્રોલ રૂમની ડ્યુટીમાં થી મુક્તિ આપેલ છે અને ખાસ નિવાસી કલેક્ટર સાહેબ દ્વારા આપણ ને કહેવામાં આવ્યું છે કે આપે જે રજૂઆત કરી છે એ રીતે જે કોઈ કર્મચારીઓ ને એક થી વધુ ડ્યુટી આવેલ છે તો તેનું અમને નામ જોગ જણાવશો તો અમે એ બાબત ડ્યુટીમાં ફેરફાર કરી શકીએ. આ તકે લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ ના પણ અમે કર્મચારીઓ ખાસ આભારી છીએ.
સાચી વાતનું સમર્થન કરીએ ખરા અર્થમાં દેશને આગળ લઈ જઈએ, મારું મોરબી આપણું મોરબી ભવ્ય દિવ્ય અને સ્વચ્છ મોરબી.

