• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી કરતા રાજભાઈ અનિલભાઈ સોમૈયા*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી કરતા રાજભાઈ અનિલભાઈ સોમૈયા*
*લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ ની પ્રેરક ઉજવણી કરતો મોરબી ના રાજભાઈ સોમૈયા તથા નંદનીબેન સોમૈયા.*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના લોહાણા સમાજ ના અગ્રણી અનિલભાઈ સોમૈયા ના સુપુત્ર રાજભાઈ તથા પુત્રવધુ નંદનીબેન દ્વારા તેમના લગ્નજીવન ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.આ તકે રાજભાઈ સોમૈયા, નંદનીબેન સોમૈયા, અનિલભાઈ સોમૈયા, ભાવનાબેન સોમૈયા સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના સોમૈયા પરિવારે લગ્ન ની વર્ષગાંઠ નિમિતે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related posts

*HELLO MORBI:માળિયા ફાટક ઓવરબ્રિજ પાસેથી અક્સો વીસ બોટલ દારૂ ભરેલી વર્ના કાર સાથે ત્રણ ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૨/૦૧/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

*HELLO MORBI: નવા વર્ષે સૂરજની પેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાત વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે; મોરબી જિલ્લો પણ બનશે સહભાગી*

editor

Leave a Comment