• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કચ્છ જીલ્લા ના માજી સાંસદ ઉષાબેન ઠક્કર ને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ*

*વાગડ-ભચાઉ-ગાંધીધામ-સામખિયાળી-માનકુવા-સુખપર-મિર્ઝાપુર-ભુજ સહીત ના કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ ના આગેવાનો ને રૂબરૂ આમંત્રણ પાઠવતા અગ્રણીઓ*

 

સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ નુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે વિશાળ સંકુલ નુ નિર્માણ કાર્ય શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા *શ્રી જીતુભાઈ સોમાણી* સહીત ના લોહાણા સમાજ ના અગ્રણીઓ ના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે ત્યારે આગામી તા.૧૦/૧૧/૧૨-૨-૨૦૨૨ દરમિયાન પ.પૂ. હરિચરણદાસજી ના આશિર્વાદ થી તેમના સાનિધ્ય મા શ્રી રામ મહાયજ્ઞ નુ અનેરૂ આયોજન કરવા મા આવેલ છે. જે અંતર્ગત આજરોજ મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા, વૃતિકભાઈ બારા સહીત ના અગ્રણીઓ એ કચ્છ જીલ્લા ની મુલાકાત લઈ અખિલ કચ્છ લોહાણા સમાજ, વાગડ લોહાણા મહાજન,ભચાઉ લોહાણા મહાજન,ગાંધીધામ લોહાણા મહાજન, સામખિયાળી લોહાણા મહાજન, ભુજ લોહાણા મહાજન, સુખપર, મિર્ઝાપુર, માનકુવા લોહાણા મહાજન સહીત ની સંસ્થા ઓ ને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ. તે ઉપરાંત કચ્છ જીલ્લા ના માજી સાંસદ ઉષાબેન ઠકક્કર, રઘુવંશી અગ્રણી અશોક ભાઈ કારીયા, પંકજભાઈ ઠક્કર, રવિભાઈ મીરાણી સહીતનાઓને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.

શ્રી રામધામ ના નિર્માણ કાર્ય ને ચોમેર થી સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે વિશાળ ફલક પર નિર્માણાધિન આ સંકુલ મા સંતો-મંહતો ની ઉપસ્થિતી મા યોજનાર ઐતિહાસિક શ્રી રામ મહાયજ્ઞ સમગ્ર લોહાણા સમાજ માટે ગૌરવવંતી બાબત બની રહેશે.

 

લી.

નિર્મિત કક્કડ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ હાઉસ દ્વારા ધનતેરસની પૂજા કરાઈ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યેનેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI NEWS:મોરબી: ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા નિશુલ્ક સર્વ નિદાન,સારવાર કેમ્પ યોજાયો*

editor

Leave a Comment