• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટ (હ.તેજલબેન મનોજકુમાર) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*
*અત્યાર સુધી ના ૪૫ કેમ્પ મા કુલ ૧૩૧૧૮ લોકોએ લાભ લીધો તેમજ ૫૯૮૧ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૭-૨૦૨૫ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટ (હ. તેજલબેન મનોજકુમાર) પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૪૫ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૩૧૧૮ લોકો એ લાભ લીધો હતો તેમજ ૫૯૮૧ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ
મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશનના ખાણ ખનીજના ગુન્હાના કામના નાસતા* *ફરતાઆરોપીને* *પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારો ની નિમણુક કરાઇ*

Hello Morbi

*વાંકાનેર વરલી નો જુગાર રમતા એકની અટકાયત*

Hello Morbi

Leave a Comment