• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ફેફસાના જીવલેણ રોગના લીધે વેન્ટિલેટર પર મૂકી માત્ર 𝟑 દિવસમાં સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલ ડૉ. સત્યજીતસિંહ જાડેજા*

_*ફેફસાના જીવલેણ રોગના લીધે વેન્ટિલેટર પર મૂકી માત્ર 3 દિવસમાં સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલ ડૉ. સત્યજીતસિંહ જાડેજા*_
મોરબી:તા 29 જૂન ,2025 રવિવારના રોજ એક 51 વર્ષના દર્દી રાજકોટ થી મોરબી પ્રસંગોપાત આવેલા એ દરમ્યાન દર્દી ને અર્ધ બેભાન હાલતમાં શ્વાસ જ ન લઈ શકવાની તકલીફ સાથે આયુષ હોસ્પિટલ ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા ત્યાં ડૉ સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 50% જ હતું અને એમને એક્યુટ રેસ્પયરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ [ARDS] નામનો ફેફસા નો અતિ ગંભીર અને જીવલેણ રોગ લાગુ પડેલો છે.જાડેજા સાહેબ દ્વારા દર્દીને તાત્કાલીક વેન્ટિલેટર મશીન પર મૂકવામાં આવ્યા અને સચોટ નિદાન – સારવાર કરવામાં આવી એટલે માત્ર 3 દિવસમાં દર્દીને નવજીવન મળ્યું , આજે 2 જુલાઈ,2025 ના રોજ દર્દી ને હોસ્પિટલ માંથી રજા મળતા , દર્દી એ મને નવજીવન આપ્યું છે એમ કહી ખૂબ ભાવુક થઈને ડૉ સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલ નો ખરા હૃદય થી આભાર માન્યો.

Related posts

બિહારના શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપ્યુ, લાગ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ

Hello Morbi

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે*

editor

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

Leave a Comment