• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જિલ્લાના હથિયાર ધારકોએ જમા કરવેલા હથિયાર ૬ જૂન સુધી જમા રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું*

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અંતર્ગત ગત ૦૭ મે ના રોજ મતદાન પૂર્ણ થયું છે અને ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી યોજાનાર છે જે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોએ સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાં સુધી જમા રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરીએ જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ આદેશ અન્વયે ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવે છે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી/અર્ધ સરકારી સંસ્થાઓ બેંક કોર્પોરેશન સહિતના નામે જે હથિયાર પરવાનો ધરાવતા તેમને તેમના પરવાનાવાળા હથિયારો જમા કરવામાં મુક્તિ આપવામાં આવે છે. ઔદ્યોગિક એકમો, એકમો ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે પોતાના પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શિયલ બેંકો, એટીએમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરિટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવાથી મુક્તિ આપવામાં આવે છે.

આવા સિક્યુરિટી ગાર્ડન તેઓને જે એજન્સ/એકમમાં ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી એકમનું ફોટોગ્રાફ સાથેનો ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે તેમજ જે તે સંબંધીત એજન્સી એકમના અધિકૃત અધિકારીશ્રી આવા સિક્યુરિટીગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમ અનુસાર ચકાસણી કરી લેવાની રહેશે. શૂટિંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાયફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઇફલનો ઉપયોગ કરે છે તેમને આ પ્રતિબંધ માંથી મુક્તિ આપવામાં આવશે.

આ જાહેરનામું ૦૬/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે

Related posts

*HELLO MORBI: મોરબી વન વિભાગ દ્વારા સામાજીક વનીકરણ નર્સરીઓ હેઠળ પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ/વાવેતર કરાયું*

editor

*HELLO MORBI:મોરબી માં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવો યોજાશે*

editor

*હડીયાણા ગામે મોહરમ પર્વ નિમિત્તે તાજીયા જુલુસ નીકળ્યા*

Hello Morbi

Leave a Comment