• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકા ૬ રોડ ઉપર રાઈટ ઓફ વેની જગ્યા ખુલ્લી કરાવશે*

મોરબી:તા૨૨ મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા રોડ માર્ગ તથા મકાન વિભાગ (સ્ટેટ) પાસેથી મહાનગરપાલિકા દ્વારા હસ્તગત કરવામાં આવતા કુલ ૧૦ પ્રવર્તમાન રાઈટ ઓફ વે (ROW) મુજબ મહાનગરપાલિકાના હદ વિસ્તારવાળી જગ્યા ખુલ્લી કરવાની થાય છે. આ રસ્તાઓને પહોળા કરવાથી ભવિષ્યમાં તથા પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા અર્થે તા. ૦૮/૦૪/૨૦૨૫ થી ધી ગુજરાત પ્રોવીન્શીયલ મ્યુનીશીપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ ની કલમ ૨૧૦ હેઠળ લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવામાં આવેલ હતા.
ઉપરોક્ત રોડને ખુલ્લા કરવા માટે જાહેર જનતાના વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતા. સંબંધિત અસરકર્તા વ્યક્તિઓને જાહેર પ્રસિધ્ધ થયા બાદ તારીખ ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં લેખિત વાંધા સૂચનો મોરબી મહાનગરપાલિકાની કચેરીએ રજુ કરવાના હતા. સદરહુ રસ્તાઓની માહિતી ટીપી શાખામાં કચેરીના સમય દરમિયાન જાહેર જનતા માટે ઉપલબ્ધ હતી અને સમજણ આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ અંગે કુલ ૨ દૈનિક પેપરમાં વિનામૂલ્યે પ્રેસનોટ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરતા, કુલ ૪ રોડ માટે વાંધા અરજીઓ આવેલ હતી.
આ સિવાયના બાકીના ૬ રોડ કે જેમાં કોઈ વાંધા અરજીઓ આવેલ નથી જેમાં નીચે મુજબના રોડનો સમાવેશ થાય છે:
૩) મોરબી નવલખી રોડ (સ્ટેટ હાઇવે) – ૧૨.૦ મી. (૬૪/૦ થી ૬૪/૯૦૦), ૨૨.૫ મી (૬૪/૯૦૦ થી ૬૯/૭૦૦)
૫) રાજકોટ મોરબી રોડ (સ્ટેટ હાઇવે) – ૩૦.૦ મી. (૫૫/૫૦૦ થી ૬૭/૦)
૬) મોરબી પંચાસર નાગલપર મોટી વાવડી રોડ (મુખ્ય જીલ્લા માર્ગ) – ૧૮.૦ મી. (૧/૮૫૦ થી ૬/૫૫૦)
૭) રોડ જોઈનીંગ નેશનલ હાઇવે ૮A થી રાજકોટ-મોરબી રોડ (અન્ય જીલ્લા માર્ગ) ૧૨.૦ મી. (૦/૦ થી ૭/૦૦)
૮) મોરબી હળવદ રોડ (સ્ટેટ હાઇવે) – ૩૦.૦ મી. (૦/૦ થી ૧/૮૦૦)
(૯) મોરબી જેતપર રોડ (સ્ટેટ હાઇવે) – ૨૪.૦ મી. (૦/૦ થી ૧/૪૦૦), ૨૦.૦ મી. (૧/૪૦૦ થી ૩/૦)
ઉપરોક્ત ૬ રોડ માટે LOP નો ઠરાવ થઈ ગયેલ હોય અને કોઈ વાંધા અરજીઓ પ્રાપ્ત ન થયેલ હોય, આથી આ માર્ગોને અગામી સમયમાં રાઈટ ઓફ વે (ROW) મુજબ ખુલ્લા કરવાના થાય છે.
આથી, મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાન્નીંગ શાખા તથા એસ્ટેટ શાખા દ્વારા ઉપરોક્ત ૬ રોડની જગ્યાઓને તાત્કાલિક અસરથી ખુલ્લી કરાવવા માટે આગામી સમયમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં 𝐁.𝐁.𝐀 પરીક્ષાના રીઝલ્ટ અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા: પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો*

editor

*રાજ્ય કક્ષા ના એથલેટિક્સ મીટ માં મોરબીના વરડુસર પ્રાથમિક શાળા ની વિધાર્થિની કુમારી સેવારીયા જાહલ હમીરભાઇ એ નવમા ક્રમે સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લા નું નામ રોશન કર્યું છે*

Hello Morbi

Leave a Comment