• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પાલડી લોહાણા કન્યા છાત્રાલય ખાતે યોજાઈ વકતૃત્વ સ્પર્ધા*

સત્યમ્ પરમ ધીમહિ
પાલડી લોહાણા કન્યા છાત્રાલય ખાતે યોજાઈ વકતૃત્વ સ્પર્ધા
શ્રીમાન નટવરલાલ પ્રાણજીવનદસ પોપટ તથા શ્રીમતી રમાબેન કાંતિલાલ ઠકકર દ્વારા આયોજિત ૨૫ મી રજત જયંતી વકતૃત્વ સ્પર્ધા તારીખ ૧૭/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ છાત્રાલય ના પટાંગણમાં ઉત્સાહ અને આનંદપૂર્વક યોજવામાંઆવી હતી.
સમારંભના મુખ્ય મહેમાન સુશ્રી મોક્ષાબેન ઠકકર – હાઇકોર્ટ જજ તેમજ
સમારંભના અતિથિ વિશેષ ગણમાં સર્વ ડૉ. મહેશભાઈ મુલાણી – એડવોકેટ,ડૉ. શ્રી નિલેશભાઈ સૂચક – C.A , ડૉ શ્રી રાધાક્રિષ્નન પૂજારા – હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ( એમ . જી. સાયન્સ કોલેજ – અમદાવાદ), લોહાણા મહાપરિષદના છાત્રાલય સમિતી ના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉનડકટ (તાલાલા ગઢડા ગીરના પ્રમુખ), ઉત્તર ગુજરાત લોહણા કન્યા છાત્રાલયના પ્રમુખ શ્રી વિનોદભાઈ ઠકકર , સંસ્થાના પ્રમુખશ્રી રતિભાઈ પી.ઠકકર , મંત્રીશ્રી અમૃતભાઈ ઠકકર ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાના ટ્રસ્ટીઓ તથા ટ્રોફીના યજમાન શ્રી કનુભાઈ પોપટ, ડૉ. સુનિલભાઈ પોપટ, સ્વ. કે. આઇ.ઠકકરના પરિવાર સદસ્યો,યજમાન ચંદ્રકાંત પોપટ તથા રીટાબેન ઠકકર, લોહાણા મહિલા પરિવારના પ્રમુખ શ્રીમતી રંજનબેન, જુદી જુદી કન્યા છાત્રાલયના મંત્રીઓ તથા ગૃહમાતાઓએ ખાસ ઉપસ્થિત રહી પ્રસંગને ખુબ જ સફળ બનાવ્યો હતો.
સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ઠકકરે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંસ્થાના મંત્રી શ્રી હર્ષદભાઈ ઠકકરે સંસ્થાનો પરિચય આપ્યો હતો.સંસ્થાના મંત્રીશ્રી કે.પી.ઠકકરે સ્પર્ધાના નિયમો જણાવ્યા હતા .સ્પર્ધાનો વિષય હતો “માતૃભાષામાં શિક્ષણ અનિવાર્ય”

સ્કૂલ કક્ષાએ જામખંભાળિયા , પાટણ અને બાજવાની બાળાઓએ ભાગ લીધો હતો.
કોલેજ કક્ષાએ પાલડી, થલતેજ ( અમદાવાદ ) , વિદ્યાનગર , મુંબઈ , પાટણ અને બાજવાની કન્યા છાત્રાલયની બાળાઓએ ભાગ લીધો હતો.
પ્રસંગની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
મુખ્ય મહેમાન, અતિથિ વિશેષ ગણ તથા આમંત્રિત મહેમાનોનો પરિચય સંસ્થાના ટ્રસ્ટી શ્રી હરીશભાઈ ઠકકરે આપી મહેમાનોનું બુકેથી સન્માન કર્યુ હતું. સંસ્થાના મહિલા કારોબારી સભ્ય સરલાબેન તરફથી નીસર્ગ ઉપચાર ( કુદરતી જીવન ઉપચાર ) પુસ્તક આપી સૌ મહેમાનોને સન્માનિત કર્યા બાદ સ્પર્ધાની શરુઆત કરવામાં આવી હતી.
સ્પર્ધામાં સ્કૂલ કક્ષાએ
પ્રથમ સોનિચા સીમરન ( જામખંભાળિયા ),
દ્વિતીય બથીઆ ક્રીષિતા ( જામખંભાળિયા ) તેમજ
તૃતીય નંબરે શીતલ ઠકકર ( પાટણ ) આવેલ.
સ્પર્ધામાં કોલેજ કક્ષાએ
પ્રથમ નાથલાણી કિન્નરી ( વિદ્યાનગર),
દ્વિતીય ઠકકર ખુશી ( અમદાવાદ ) તેમજ
તૃતીય નંબરે રૂપારેલ કૃપાલી ( વિદ્યાનગર ) આવેલ.
સ્કુલ કક્ષાએ ટ્રોફી જામખંભાળિયા તેમજ કોલેજ કક્ષાએ ટ્રોફી વિદ્યાનગરે પ્રાપ્ત કરેલ.

સ્કુલ કક્ષાએ અને કોલેજ કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા બાળાઓને ખીમજી ભગવાનદાસ ચેરિટી ટ્રસ્ટ ( લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠ્ઠલાણી) તરફથી દરેક વિજેતા બાળાને અનુક્રમે રૂ.૭૫૦૦ /-, રૂ.૫૦૦૦ /- અને રૂ.૨૫૦૦/- આપી સન્માનિત કરવામાં આવેલ.
તાલાલા લોહાણા મહાજન તરફથી મેડલ અને મોમેન્ટો આપી બાળાઓને સન્માનિત કરવામાં આવેલ.

આ ઉપરાંત પૂર્વ અમદાવાદ લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ માવાણી તરફથી રૂ. ૫૦૦/-, લોહાણા પરિવાર મહિલા મંડળ તરફથી રૂ.૧૦૦/- તથા લોહાણા કન્યા છાત્રાલય પાલડી તરફથી રૂ .૨૦૦/- દરેક સ્પર્ધક બાળાને આપી સન્માનિત કરવામાં આવેલ.
શ્રી મહેશભાઈ મુલાણી રાધનપુર નિવાસી તરફથી
કોલેજ કક્ષાએ પ્રથમને ૧૫૦૦ /-
દ્વિતીયને ૧૦૦૦/- તેમજ તૃતીયને ૫૦૦/- નો રોકડ પુરસ્કાર અને સ્કૂલ કક્ષાએ પણ પ્રથમને ૧૫૦૦/- દ્વિતિયને ૧૦૦૦/- તેમજ
તૃતીયને ૫૦૦/- નો રોકડ પુરસ્કાર આપી દરેક સ્પર્ધક બાળાઓને સન્માનિત કરવામાં આવેલ .

સ્પર્ધામાં ભાગ લેનાર દરેક છાત્રાલયની ગૃહમાતાઓને સંસ્થા તરફથી યથાયોગ્ય સન્માનિત કરવામાં આવેલ.
સ્પર્ધા દરમિયાન ઉપસ્થિત મુખ્ય મહેમાન મા.સુશ્રી મોક્ષાબેન ઠકકર તથા અન્ય મહાનુભવોએ પ્રાસંગિક પ્રેરણાદાયી વક્તવ્ય દ્રારા સૌ બાળાઓને જીવન ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
સ્પર્ધાના અંતે નિર્ણાયક શ્રી અનિલભાઈ રાવલ તરફથી બાળાઓએ જે રજૂઆત કરેલ તેમાં રહેલ ક્ષતિઓ તેમજ વકતવ્ય સમયે ધ્યાન રાખવા જેવી બાબતો અંગે સલાહ સૂચન આપ્યું હતું.
ભોજન પ્રસાદનું આયોજન સંસ્થાનાં ટ્રસ્ટી શ્રી નટુભાઈ રતિલાલ ઠકકર તરફથી કરવામાં આવેલ.
નવા છાત્રાલયના આયોજન અંગે લોહાણા મહાપરિષદના છાત્રાલય સમિતીના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉનડકટ તરફથી તમે આગે બઢો અમે તમારી સાથે છીએનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન છાત્રાલયની બાળાઓ તથા ટ્રસ્ટી શ્રી હરીશભાઈ ઠકકરે કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન તેમજ વ્યવસ્થાથી સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI: સહકાર ભારતીના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા બોટાદના પ્રવાસે આવી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું*

editor

*રાજય સરકારનો મહત્વનો નિર્ણય* ¤ *સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ*

Hello Morbi

*લોક ડાઉન મામલે શું કહું સી એમ વિજયભાઈ રૂપાણી એ જાણો*

Hello Morbi

Leave a Comment