• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયામાં હુન્નરશાળા દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરાઇ*

*જોડિયામાં હુન્નરશાળા દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી*

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી અન્વયે શેઠ કાજી સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ પી વ્યાસ કન્યા વિદ્યાલય દ્વારા જોડિયા ગામમાં “સંસ્કૃત ગૌરવ યાત્રા” યોજવામાં આવેલ.

શાળાની દરેક વિદ્યાર્થીની બહેનો અને સર્વે સ્ટાફગણ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં સંસ્કૃત રત્નકણીકાના સૂત્રોચાર કરતા કરતા ગૌરવયાત્રા, શાળાથી શરૂ કરી માંડવી ચોક, મેઈન બજાર, વાણીયા શેરી, એસબીઆઈ શેરી થઈ પરત શાળા સુધી ગૌરવયાત્રા કરેલ. યાત્રામાં ’વદતુંસંસ્કૃતમ,’ ’જયતુ સંસ્કૃતમ’ના જય ઘોષ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, યાત્રા દરમિયાન ‘સંસ્કૃત ભાષા મધુરા ભાષા’ સૂત્રોચાર કરવામાં આવેલ.

સંસ્કૃત સપ્તાહ ઉજવણી દરમિયાન તારીખ 7 ઓગસ્ટ ના રોજ સંસ્કૃત ગીત ’ભવતુ ભારતમ’નું ગાન ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બહેનોએ પ્રસ્તુત કરેલ. તેમજ સરળ સંસ્કૃત સંવાદ ધોરણ નવ ની બે બહેનોએ અભિનય સાથે ખુબ જ સરળ સંસ્કૃત ભાષામાં રજૂ કરેલ. ધોરણ 11 ની વિદ્યાર્થીની કેર અંજલીબાએ સંસ્કૃતમાં ‘આપણા દેશ ભારત’ વિશે વક્તવ્ય રજૂ કરેલ.

ત્યારબાદ ધોરણ 11 ની વિદ્યાર્થીની નીનામા વલમા એ પોતાનો સંસ્કૃતમાં પરિચય અને ‘સંસ્કૃત ભાષાનું મહત્વ’ વક્તવ્ય સંસ્કૃતમાં પ્રસ્તુત કરેલ.

શાળાના આચાર્યબેનશ્રી ક્રિષ્નાબા ચુડાસમા સંસ્કૃત ભાષા વિશે લોકોમાં જાગૃતિ કેળવવા માટે અને સુભાષિત કહી સંસ્કૃત ભાષનુ મહત્વ સમજાવેલ.

શાળાની 25 વિદ્યાર્થીની બહેનોએ રત્નકણિકા, સુભાષિતનું પ્રોજેક્ટ કાર્ય કરેલ તેમજ શાળાની દરેક વિદ્યાર્થીની બહેનોએ ગીતાના 15 માં અધ્યાયના શ્લોકગાન પણ રજૂ કરેલ. આમ, વિવિધ કાર્યક્રમો દ્વારા શાળામાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી કરવામાં આવેલ. તાજેતરમાં જ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના રાજ્ય સ્તરના ગાંધીનગરના સેક્ટર 17માં ટાઉનહોલ મુકામે સંસ્કૃત સમાપન કાર્યક્રમ યોજાયેલ જેમાં શિક્ષક ઇલાબા ગઢવી ઉપસ્થિત રહેલ…..

Related posts

*HELLO MORBI: ગુરુપૂર્ણિમા ઉજવણીના ભાગરૂપે મારુતિ સત્સંગ મંડળ દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કરાય*

editor

*ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરત સિંહ સોલંકી ની નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવા સેતુના સાતમા ચરણનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામેથી કરાવ્યો હતો*.

Hello Morbi

Leave a Comment