
બાલંભા: તા ૨૩ *લલિત નિમાવત બાલંભા દ્વારા*) ( શાંતિનગર ) મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે બ્રહ્મલી ન મહંત શ્રી વિજય મુની બાપુ ની 17મી નિમિત્તે તારીખ21.8.25. ભંડારા મહાપ્રસાદ નું આયોજન.
બાલંભા ખાતે 21.8.25. ના રોજ બ્રહ્મલીન થયેલા સંત શ્રી વિજય મુનિબાપુ ગુરુ શ્રી અભય મુની બાપુ ની 17 મી નિમિત્તે દાઢી યારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ બાલંભા ખાતે સંત શ્રી ભોલે મુની બાપુના સાનિધ્યમાં ચોરાસી ( સાધુ બ્રાહ્મણ અતિત ) ની ચોરાસી મહાપ્રસાદ નું આયોજન કરેલ હતું જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ ભક્તજનોએ મહાપ્રસાદ નો લાભ લીધેલો હતો.
તારીખ 20-08. 25 ના રોજ રાત્રે 9.30 કલાકે ભવ્ય સંતવાણી નું પણ આયોજન કરેલ જેમાં ભજન સમ્રાટ દેવરાજભાઈ બજાણીયા તેમજ મેહુલ ગિરી ગોસ્વામી દ્વારા રાત ભર ભજનોની રમઝટ બોલાવેલ હતી જેની મોટી સંખ્યામાં ભક્તજનો એ લાભ લીધેલ ઉપરોક્ત ભંડારા દરમિયાન વિશાળ સંખ્યામાં ઉદાસી સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન તેમજ ભોજન સંતો તેમજ ભક્તોએ લાભ લીધેલો હતો.
ઉપરોક્ત કાર્યક્રમ ઉદાસી આશ્રમ મેલડી માતાજી તેમજ ઓમકારેશ્વર મહાદેવ ના મહંત શ્રી ભોલે મુની બાપુ ના સાનિધ્યમાં ઉજવવામાં આવેલ હતી જેનો લાભ બાલંભા 84 સમાજ તેમજ ભક્તજનોએ લીધેલ હતો મહાપ્રસાદ લીધા પછી ભોલે મુની બાપુ હસ્તે સાધુ સંતો તેમજ સાધુ બ્રાહ્મણ અતિત ને દક્ષિણા આપી ધન્યતા અનુભવી હતી ઉપરોક્ત કાર્યક્રમનો વિશાળ સંખ્યામાં સાધુ સંતો તેમજ ભક્તજનો એ લાભ લીધેલ હતો



