• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મોરબીમાં આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ” યોજાયો*

 મોરબીમાં આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ” યોજાયો
 તારીખ : 03/09/2025 બુધવાર | સમય : સાંજે 04:00 થી 07:00
 સ્થળ : સંસ્કાર બ્લડ બૅન્ક, શનાળા રોડ, નવા બસ સ્ટોપની પાસે, જીઆઇડીસી, મોરબી

જેમાં 180 લોકોએ ભાગ લઈ મોરબી શહેર આયુર્વેદમય કરવાનો સંકલ્પ લીધો.

સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્, મધુરમ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર્ના સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે આયુર્વેદ પર જીવેમ શરદ: શતમ્ કાર્યક્રમ યોજાયો. જેમાં શરદઋતુમાં થવાવાળા રોગોની તેમજ આહાર-વિહારની ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત ડો.જયેશભાઈ પનારા દ્વારા કરવામાં આવી ત્યારબાદ, સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મંચગ્રહણ કરી અશ્વિનભાઈ જીવાણી તેમજ સાર્થકભાઈ જીવાણી દ્વારા સંસ્થાની તેમજ સાંસ્કૃતિક કાર્યોનો પરિચય કરવવામાં આવ્યો. ત્યારબાદ, આયુર્વેદાચાર્ય મેહુલભાઈ આચાર્ય દ્વારા સતત સાડાત્રણ કલાક આયુર્વેદના ગ્રંથોના આધારે શરદઋતુ ચર્ચા પર વર્કશોપ લેવામાં આવ્યો અને ત્યારબાદ, પ્રશ્નોત્તરી સેશન રાખવામા આવ્યું.

અંતમાં ગાયત્રી ચેતના કેન્દ્રના ગડારાભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી, મોરબીમાં આવા કાર્યક્રમો કરવાના શુભ સંકલ્પ સાથે અલ્પાહાર લઈ સૌ વિદાય થયા. આયુર્વેદના આવા લોકજાગૃતિના કાર્યક્રમથી લોકોને આયુર્વેદના જીવંતતાનો અહેસાસ થયો.

Related posts

*જોડીયા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અતિ કુપોષિત બાળકોને પોષણ કીટ, હાઈઝીન કીટ અને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ*

Hello Morbi

*મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં બાળાઓ માતાજીના કૃતિ સાથે રાસ રજુ કર્યો*

Hello Morbi

*ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા છે કોઈપણ ને પતો મળે તો નીચેના ટેલીફોન નંબર પણ જાણ કરવા વિનંતી*

Hello Morbi

Leave a Comment