• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

મધ વેચતી કંપનીઓની પોલ ખૂલી, કોવિડ મહામારીમાં વેચી રહ્યાં છે બનાવટી મધ

  • ભારત અને જર્મનીની લેબમાં થયેલ રિસર્ચ પર આધારિત છે. 77 ટકા નમૂનામાં શુગર સિરપનું મિક્સીંગ મળી આવ્યું છે.
  • આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર્ય ન્યૂક્લિયર મેગ્નેટિક રેજોનેન્સ સ્પેક્ટ્રોસ્કોપી ટેસ્ટમાં 13 બ્રાન્ડમાંથી માત્ર 3 બ્રાન્ડ જ પાસ થઈ છે.
  • દેશમાં વેચાઈ રહેલ પોપ્યુલર મધ (Honey) બ્રાન્ડ્સમાં મિલાવટ થઈ રહી છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યનમેન્ટના ડાયરેક્ટર સુનીતા નારાયણે તેનો ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, મધની લગભગ તમામ બ્રાન્ડમાં સુગર સિરપ મિક્સ (Sugar syrup) કરવામા આવી રહ્યું છે. સુગર સિરપનું મિક્સીંગ એ ફ્રોડ છે. આ 2003 અને 2006 માં સીએસઈ દ્વારા સોફ્ટ ડ્રિંકમાં મિક્સ કરવાની શોધ કરતા પણ વધુ કુટિલ અને જટિલ છે. લોકો કોવિડ 19ની જંગ લડી રહ્યા છે, અને આ વચ્ચે તેને ખરીદવાનો બીજો કોઈ રસ્તો નથી. આ સમયમાં ખોરાકમાં ખાંડનો વધુ ઉપયોગ પરિસ્થિતિને ગંભીર બનાવી શકે છે.
  • 3 બ્રાન્ડ ટેસ્ટમા ફેલ
    આ રિપોર્ટ ભારત અને જર્મનીની લેબમાં થયેલ રિસર્ચ પર આધારિત છે. 77 ટકા નમૂનામાં શુગર સિરપનું મિક્સીંગ મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર્ય ન્યૂક્લિયર મેગ્નેટિક રેજોનેન્સ સ્પેક્ટ્રોસ્કોપી ટેસ્ટમાં 13 બ્રાન્ડમાંથી માત્ર 3 બ્રાન્ડ જ પાસ થઈ છે. તેમનુ કહેવુ છે કે, મધની શુદ્ધતની તપાસ માટે નક્કી કરાયેલા ભારતીય માપદંડના માધ્યમથી પકડી શકાતુ નથી. કેમ કે, ખાંડની કંપનીઓ જ એવુ સિરપ તૈયાર કરી રહી છે, જે ભારતીય તપાસ માપદંડમાં સરળતાથી ખરા ઉતરે છે.

    કેવી રીતે મિક્સ કરે છે
    હકીકતમાં મધમાં 3 પ્રકારના સિરપ મિક્સ કરીને મિલાવટ કરાય છે. જેને રોકવામાં આવી નથી રહ્યું. કેમ કે, તેના મિક્સ કરવા પર મધ જામતુ નથી. ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ માપદંડ સંસ્થા (FSSAI) એ મધના મિક્સીંગ પર પ્રતિબંધ લગાવવા માટે તેની ગુણવત્તાના નવા માપદંડને જાહેર કર્યાં છે. તેમાં મધ ઉત્પાદન કરતા ખેડૂતોને પોતાનુ ઉત્પાદનની વધુ કિંમત મળવામાં મદદ થશે.

Related posts

*HELLO MORBI:વૈશાખ સુદ બીજ ની શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી*

editor

*લોક ડાઉન મામલે શું કહું સી એમ વિજયભાઈ રૂપાણી એ જાણો*

Hello Morbi

*ટંકારાના ટોળ ગામે વીજ ધાંધિયા ને લયને ખેડૂતોને ભારે હાલાકી ટોળ સેવા સહકારી મંડળીનું મામલતદારને આવેદન*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment