• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે*

*મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે.*

*શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રતનેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતી માં કાર્યક્રમ યોજાશે.*

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાજી ના માર્ગદર્શન હેઠળ દેશભર ના વિવિધ પ્રખંડો માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવનપર્વ નિમિતે માઁ જગદંબા ની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજન ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તા.૨૮-૯-૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૯ કલાકે શહેર ના જલારામ ધામ ખાતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ માં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કન્યાઓના પૂજન બાદ દરેક કન્યાઓને લ્હાણી અર્પણ કરવામાં આવશે ત્યારબાદ મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરવામાં આવેલ છે તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવીલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી શહેર અધ્યક્ષ પારસભાઈ ચગ દ્વારા સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
લી.
નિર્મિત કક્કડ
મંત્રી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
મોરબી શહેર.

Related posts

મોરબી નગર પાલિકા દ્વારા સ્વરછ હોસ્પિટલ શાળા કચેરી અને સોસાયટી ને રેટિંગ આપી પ્રમાણ પત્ર અર્પણ કરાયા

Hello Morbi

Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1455 નવા કેસ નોંધાયા, 17 લોકોના મોત

Hello Morbi

*HELLO MORBI: મોરબી નવયુગ સંકુલ ખાતે WONDER SATAR એન્યુઅલ ફંકશન યોજાયૂ*

editor

Leave a Comment