• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ ફેલાવતો સેમિનાર યોજાયો*

PM SHRI હડીયાણા કન્યા શાળામાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ ફેલાવતો સેમિનાર યોજાયો

જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની PM SHRI હડીયાણા કન્યા શાળામાં આજરોજ જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લી.-ના સહયોગ અંતર્ગત સહકાર વિભાગ મારફત એક નાણાકીય સાક્ષરતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેડીસી-બેંક હડિયાણાના બ્રાન્ચ મેનેજરશ્રી કે.કે. કુંડારિયા તથા સ્ટાફ દ્વારા બાળકોને બેંક,બેંકના ઉપયોગો, ઓનલાઈન થતાં ફ્રોડ અને બાળકો તથા વાલીઓ દ્વારા થતાં મોબાઇલના ઉપયોગ અને અજાણતા આવતી મોબાઈલ લિંકથી દૂર રહેવું અને કોઈ બિનજરૂરી એપ્લીકેશનને મોબાઇલમાં ડાઉનલોડ ના કરવી વગેરે બાબતોની માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી. વધુમાં ઓનલાઈન ફ્રોડ થાય તો હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવી જેવી વિશેષ માહિતી પણ બાળકોને મળી હતી.કાર્યક્રમના અંતે શાળાના મ.શિ. શ્રી ચંપકભાઈ ધમસાણિયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના આચાર્ય શ્રી અરવિંદ એન. મકવાણા તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક-હડીયાણા શાખાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

*પડધરી વિસ્તાર ના ધારાસભ્ય ને રજૂઆત કરતા મહિપાલ સિંહ જાડેજા*

Hello Morbi

*મન્સુરી પીંજારા સમાજનાં અગ્રણીઓ દ્રારા જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે ખત્ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી પુત્ર ના પ્રથમ જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના ડો.વિરલભાઈ લહેરુ*

editor

Leave a Comment