• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા જલારામ મંદિરે ડોક્ટર બનનાર દીકરીનું કરવામાં આવ્યું શાનદાર સન્માન*

ડીસા જલારામ મંદિરે ડોક્ટર બનનાર દીકરીનું કરવામાં આવ્યું શાનદાર સન્માન
જલારામ મંદિર ડીસા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી સતત ધમધમી રહ્યું છે.સનાતન હિંદુ સમાજના પ્રગતિશીલ વ્યક્તિ વિશેષની કદર કરી સન્માન કરવામાં આવે છે.વિવિધ સંસ્થાઓના હોદેદારો તેમજ આગવી પ્રતિભા ધરાવતા અનેક સનાતની હિંદુઓનું જલારામ મંદિર ડીસા ખાતે શાનદાર સન્માન કરવામાં આવ્યું છે.
ડીસાનાં શ્રીમતી સીતાબેન પ્રભુરામભાઈ ઠક્કરની પૌત્રી તેમજ શ્રીમતી ઉષાબેન રાજેશકુમાર ઠક્કરની લાડકવાયી સુપુત્રી ચિરંજીવી અશિતિએ તાજેતરમાં જ મહેસાણા કોલેજમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે બી.એચ.એમ.એસ કરી ડોક્ટરની પદવી હાંસલ કરેલ છે.ચિરંજીવી અશિતિએ સહપરિવાર જલારામ મંદિર ડીસા ખાતે પધારી પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા.આ દિવ્ય અવસરે જલારામ મંદિર ડીસા દ્રારા ડોક્ટર અશિતિનું કંકુતિલક,ફૂલછડી,સાલ, જલારામ દર્શન ગ્રંથથી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
આ પ્રેરણાદાયી અવસરે જલારામ ભક્તો સર્વ કનુભાઈ આચાર્ય, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, દેવચંદભાઈ એન ઠક્કર,ભગવાનભાઈ બંધુ, દીલીપભાઇ રતાણી, પરેશભાઈ જીવરાણી, રાજુભાઈ વકીલ -નોટરી, અનીલભાઈ ઠક્કર, રમેશભાઈ એન ઠક્કર – ગાંધીનગર,હિતેશભાઈ સોનપાલ,વી.ડી.પૂજારા, હસમુખભાઈ પોપટ, જયેશભાઈ પૂજારા, ઇશ્ર્વરભાઇ રાવળ , જયંતિભાઈ મજેઠીયા, મહેશભાઈ ત્રિકમલાલ ઠક્કર સહિત ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ ખાસ ઉપસ્થિત રહી ડોક્ટર અશિતિને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.શ્રી રઘુવંશી દેશી લોહાણા મહાજન ડીસાના પ્રમુખ દેવચંદભાઈ એન ઠક્કર અને મંત્રી અનીલભાઈ ઠક્કરે અભિનંદન પત્ર સુપ્રત કર્યો હતો જ્યારે રાજુભાઈ વકીલ -નોટરીએ બોલપેન ભેટ આપી આશીર્વાદ આપ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સમયબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.
રાજેશકુમાર પ્રભુરામ ઠક્કર ડીસા ખાતે સંકલ્પ બ્લડ બેંકના માધ્યમથી સમગ્ર માનવ સમાજની સારી સેવા કરી રહેલ છે.
ડોક્ટર અશિતિએ સન્માન બદલ ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી ભવિષ્યમાં સમાજની વધારે સેવા કરવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી.

Related posts

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

દેશના આ રાજ્યમાં માસ્ક નહીં પહેરવા પર લાગશે 2 હજાર રૂપિયા દંડ, જાણો વિગત

Hello Morbi

*મોરબીમાં સર દર્દ સમાન બની બેઠેલી ટ્રાફિક જામની સમસ્યા ને નિવારવા બે વૈકલ્પિક પુલ બનાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની સીએમને રજૂઆત*

Hello Morbi

Leave a Comment