• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કુન્નડ ગામે સ્વયંભૂવિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજીની જગ્યામાં ગુરુવારે શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે*

*કુન્નડ ગામે સ્વયંભૂવિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજીની જગ્યામાં ગુરુવારે શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે*

જોડિયા તાલુકાના કુન્નડ ગામે આવેલ સ્વયંભૂ વિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજીના પ્રતિષ્ઠિત ધામમાં દર વર્ષની જેમ જ શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર સુદ પૂનમ તા. ૦૨-૦૪ના રોજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.

ગુરુવાર તા. ૦૨-૦૪ના રોજ સવારે ૭ થી ૯ દરમ્યાન કળશ, દેવ સ્થાપના તથા પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ૯ થી ૧૧ સુધી હનુમાનજી રુદ્રાભિષેક કરવામાં આવશે. સવારે ૧૧ થી ૧૨ સુંદરકાંડ કરવામાં આવશે, જેમાં દર એક ચોપાઈના અંતે દોહરા દ્વારા આહુતિ આપવામાં આવશે. બાપરે ૧૨ થી ૧૨-૩૦ શ્રીફળ હોમવાની વિધિ અર્થાત્ પૂર્ણાહુતિ, ત્યારબાદ બ્રહ્મ ભોજન તથા સમૂહ ભોજન રાખવામાં આવેલ છે.

સ્વયંભૂ વિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજીના પ્રતિષ્ઠિત ધામના મહંત શ્રી અવધેશદાસજી શાસ્ત્રીજી ગુરુશ્રી પ્રેમદાસજી સાકેતવાસી શ્રી જગદેવદાસજી બાપુએ મહોત્સવનો લાભ લેવા સમસ્ત ભક્તજનો, ભાઈઓ તથા બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.

Related posts

*રાજ્યના પ્રાથમિક શિક્ષકોના હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોના મા મૃત્યુ પામનાર દીવંગતો ના અસ્થિઓ સહીત બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આગામી તા.૧૩ ના રોજ સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે*

Hello Morbi

*મુસ્લિમ એકતા મંચના તાલુકા-જિલ્લા કન્વીનરોની મીટીંગ યોજાય*

Hello Morbi

Leave a Comment