• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના સિરામિક એકમની મુલાકાત લેતા કેન્દ્રીય* *મંત્રી : 𝐌𝐒𝐌𝐄 યોજનાઓ કન્ટેનર ડેપો અને 𝐅𝐓𝐀 મુદ્દે કરી ચર્ચા*

મોરબીના સિરામિક એકમની મુલાકાત લેતા કેન્દ્રીય
મંત્રી : MSME યોજનાઓ, કન્ટેનર ડેપો અને FTA મુદ્દે કરી ચર્ચા

મોરબી:તા ૮ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) સિરામિક એસો.ના હોદ્દેદારો ઉપરાંત મંત્રી અને પૂર્વ સાંસદની પણ ઉપસ્થિતિ

દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબી સિરામિક
એસોસિએશનના આમંત્રણને માન આપીને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબી સ્થિત બ્લૂઝોન સિરામિક ફેક્ટરી ખાતે પધાર્યા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો, આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સિરામિક સહિત અન્ય ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નો, પાયાની જરૂરિયાતો અને ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ ભારત સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ અને MSME ક્ષેત્રને વેગ આપવા માટે અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અંગે ઉદ્યોગકારોને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીએ વિશેષ રૂપે શિપિંગ ક્ષેત્રમાં કન્ટેનર ડેપો વિકસાવવા, કન્ટેનરનું ઉત્પાદન કરવા અને રમકડાં (ટોયઝ) બનાવતી ફેક્ટરીઓ સ્થાપવા સહિતના વિવિધ ક્ષેત્રોમાં રહેલી નવી તકો તથા સરકારની સંબંધિત નીતિઓથી ઉદ્યોગકારોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, વિવિધ દેશો સાથે થયેલા FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) થકી ભારતના ઉદ્યોગોને મળતા મહત્તમ ફાયદાઓની પણ વિશેષ માહિતી પૂરી પાડી હતી.

ઉદ્યોગપતિઓને સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓનો મહત્તમ લાભ લઈને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવા પ્રોત્સાહિત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોના વિકાસથી દેશનો આર્થિક વિકાસ વધુ મજબૂત બનશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને દેશના GDP માં પણ સકારાત્મક વધારો થશે. સાથે જ, સરકારની યોજનાઓનો લાભ લેવા માટે કોઈપણ મંત્રાલય કે વિભાગની માહિતી અથવા માર્ગદર્શનની જરૂર પડે તો ગમે ત્યારે સંપર્ક કરવાની હકારાત્મક ખાતરી આપી હતી. અંતમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ દ્વારા ઉદ્યોગોના પ્રશ્નો સાંભળવા અને સહયોગની ખાતરી આપવા બદલ ડૉ. મનસુખભાઈ માંડવિયા તથા કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related posts

*HELLO MORBI NEWS:જલારામ મંદિર ડીસા ખાતે દાતા પરિવારનું કરવામાં આવેલ સન્માન*

editor

‘આપ’ દ્વારા મોરબી નગરપાલિકા બેઠકના વોર્ડ નં. 2, 3 અને 9ના ઉમેદવારો જાહેર

Hello Morbi

*HELLO MORBI:ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ / ધાડ પાડવા સારૂ ગુન્હાહિત અપપ્રવેશ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતા ફરતા આરોપીને પકડી પાડતી* *ક્રાઈમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

editor

Leave a Comment