• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા ગૌશાળાને જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 𝟏𝟐,𝟓𝟏,𝟎𝟎𝟎 બાર લાખ એકાવન હજાર અર્પણ કરાયા*

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા ગૌશાળાને જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 12,51,000 બાર લાખ એકાવન હજાર અર્પણ કરાયા
શ્રી રાજારામ ગૌધામ ટેટોડા ખાતે અંદાજે 6000 છ હજાર ગૌમાતાઓ નિવાસ કરે છે. ટેટોડા ખાતે અનેક બિમાર ગૌમાતાઓ માટે આધુનિક સગવડોથી સજ્જ એવી જલીયાણ ગૌમાતા હોસ્પિટલનું નિર્માણ અંતિમ તબક્કામાં છે.આ હોસ્પિટલના નિર્માણ માટે જય જલારામ ટ્રસ્ટ ડીસા તેમજ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાનો ખૂબ જ મોટો સહકાર દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજન થકી મળી રહેલ છે.
તાજેતરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 402 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન માતુશ્રી કાંતાબેન ગુણવંતલાલ પોપટ પરિવારના નિવાસસ્થાને હતાં.આ દિવ્ય અવસરે ગૌમાતાઓ માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર ટેટોડાના પૂજ્ય રામરતનજી બાપુ પધારતાં ભાવેશભાઈ પોપટ અને રાજેશભાઈ પોપટ સહિત સમગ્ર પરિવારે તેમનું સાલ ઓઢાડી શાનદાર સન્માન કર્યું હતું.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના જલારામ ભકતોએ ટેટોડા ખાતે નિર્માણ પામી રહેલ જલીયાણ ગૌમાતા હોસ્પિટલ માટે રૂપિયા 12,51,000 બાર લાખ એકાવન હજાર અર્પણ કરી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.આ અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભક્તો,ગૌભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે રૂપિયા 53000 ત્રેપન હજાર જેટલી ગૌસેવા એકત્ર થઇ હતી.માતુશ્રી કાંતાબેન ગુણવંતલાલ પોપટ પરિવારના નિવાસસ્થાને ચોથી વખત પૂજ્ય જલારામ બાપાનાં ભજન થતાં સમગ્ર પરિવારમાં અનોખો આનંદ હતો તેમજ સમગ્ર પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આગામી ગુરૂવારના ભજન માટે મનોજભાઈ બાબુલાલ મોદીએ સૌને એમના નિવાસસ્થાને પધારવા આમંત્રણ આપ્યું હતું.
431 ગુરૂવાર પૂર્ણ થતાં ટેટોડા ગૌશાળા ખાતે મહા ગુરૂવારની ઉજવણી ડિસેમ્બર 2026 માં કરવામાં આવશે જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે પાંચ હજાર જલારામ ભકતો,ગૌભકતો ખાસ ઉપસ્થિત રહેનાર છે.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી. ઠક્કરે કર્યું હતું.

Related posts

*ચાલો સૌ હરખથી મતદાન કરીએ અને સાથે* *મળી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ*

Hello Morbi

Iran says coronavirus kills another 97, pushing death toll to 611

Admin

*નીલકંઠ વિદ્યાલય માં ધો -10 બોર્ડ ની પરીક્ષા આપતા 450 વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ પ્રણાલી મુજબ કુમકુમ તિલક કરી,મીઠાઈ ખવડાવીને સફળતા માટે શુભેચ્છા આપવામાં આવી…*

Hello Morbi

Leave a Comment