• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા ‘નારી સંમેલન’ યોજાયો*

*ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા ‘નારી સંમેલન’ યોજાયો*

*મહિલાઓના સામાજિક પ્રશ્નોના નિરાકરણ અને હક્કોની જાગૃતિ માટે વિવિધ વિભાગો દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું*

*ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા અને મહિલા આયોગના ઉપસચિવશ્રીની પ્રેરક ઉપસ્થિતિ*

*મોરબી: ૦૬ જુલાઈ, ૨૦૨૬*

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા મંજૂર કરાયેલી ૨૭૦ નારી અદાલતોના કાર્ય, હેતુ, કાર્યપદ્ધતિ અને મહિલાઓને કાયદાકીય હક્કોની વિસ્તૃત જાણકારી આપવાના ઉદ્દેશ્ય સાથે મોરબી જિલ્લા પંચાયત સંચાલિત ટંકારા આઈ.સી.ડી.એસ. (ICDS) ઘટક દ્વારા કલ્યાણપર ગામ ખાતે ‘નારી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, ગુજરાત રાજ્ય મહિલા આયોગ (ગાંધીનગર) ના ઉપસચિવશ્રી શ્રીમતી ધ્વનિબેન પંડ્યા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી, બાળ સુરક્ષા એકમ, આરોગ્ય વિભાગ, નારી અદાલત, પોલીસ પ્રશાસન, તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી, સમાજ સુરક્ષા વિભાગ અને એસ.બી.આઈ. (SBI) બેંકના અધિકારીઓ અને પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને મહિલાઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ અધિકારો વિશે સઘન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંમેલનમાં સ્થાનિક મહિલાઓ, આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.
આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ નમેરા, ઉપપ્રમુખશ્રી શ્રીમતી ઊર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા, ટંકારા આઈ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ. શ્રીમતી તેજલબેન દેકાવાડિયા, ઘટક કચેરીના સ્ટાફ અને જિલ્લા પી.એસ.ઈ. (PSE) કોર્ડીનેટર રમેશભાઈ ધોરિયાની સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*બેટી બચાઓ બેટી પઢાઓ શિક્ષણ માં અભિરુચિ વધારવા વિજ્ઞાન કાર્ય ક્રમ નું આયોજન*

Hello Morbi

*HELLO MORBI: બીજા તબકકાની મુદત માટે મોરબી એ.પી.એમ.સી.નાસભાપતિ તરીકે ભવાનભાઈ ભાગીયા બિનહરીફ વરણી કરાઈ*

editor

*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું કેવડીયા ખાતે ઉષ્માભર્યું સ્વાગત*

Hello Morbi

Leave a Comment