• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારીણી બેઠક રાજકોટમાં આયોજીત થઇ*

ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારીણી બેઠક રાજકોટમાં આયોજીત થઇ.

ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા તા. 21 જૂન 2026, રવિવાર (આંતરરાષ્ટ્રીય યોગ દિવસ) ના રોજ મહત્વપૂર્ણ કાર્યકારીણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં રાષ્ટ્રીય તેમજ ક્ષેત્રિય પદાધિકારીઓ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસે આવી રહ્યા હોવાથી પ્રાંતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ માટે બેઠક નુ આયોજન સેવાભારતી સંકુલ, અમુલ સર્કલ, રાજકોટ ખાતે થયુ હતુ.
જેમાં ભારત વિકાસ પરિષદ ના પર્યાવરણ રાષ્ટ્રીય કન્વિનર શ્રી જે આર ભટ્ટ,સદભાવના વૃદ્ધાશ્રમ ના વિજય ભાઈ ડોબરીયા, ગીર ગંગા પરિવાર ના શ્રી દિલીપભાઈ સખીયા તેમજ ભારત વિકાસ પરિસદના રિજનલ જનરલ સેક્રેટરી વિનોદભાઈ લાઠીયા માર્ગદર્શન આપ્યુ હતુ. આ બેઠક માં ભારત વિકાસ પરિસદ ની સૌરાષ્ટ્ર ની 21 શાખા ના 250 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ પ્રફુલગીરી ગોસ્વામી તથા મહા સચિવ હરિભાઈ પરમાર દ્વારા તમામ કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહી બેઠકને સફળ બનાવવા સંકલન કરી ભારે જહેમત ઉઠાવી હતી.
– વંદે માતરમ્

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગાંધીનગર:કાંતિલાલ અમૃતિયાએ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો*

editor

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

*જામનગરમાં “પ્રોજેક્ટ મુસ્કાન” અંતર્ગત સ્લમ વિસ્તારોની ૧૦૧ દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા* 

Hello Morbi

Leave a Comment