ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્યક્રમો યોજાયા
મોરબી, તા. 19 જુલાઈ, 2026
આજ રોજ શ્રી નાગલપર (અમરાપર) પ્રાથમિક શાળા, તા. જિ. મોરબી ખાતે ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા તથા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વૃક્ષારોપણ, વિવિધ ઔષધીય અને ફળાઉ રોપાઓનું વાવેતર, શાળાના બાળકોને રોપા વિતરણ, ચકલીના માળા વિતરણ, ફૂલસ્કેપ વિતરણ, બાળકોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ જેવા અનેક સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.
સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સ્મૃતિને જીવંત રાખવા માટે તેમના પિતા વિનોદભાઈ મકવાણા દ્વારા દર વર્ષે સમાજોપયોગી અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેઓ આયુર્વેદિક ઔષધીય છોડ, પક્ષીઓ માટે આશ્રયસ્થાન અને પક્ષીઓના ખોરાકમાં ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણનું સંવર્ધન અને જતન થાય તેવો સુંદર પ્રયાસ કરી રહ્યા છે.
આ વર્ષે શ્રી નાગલપર (અમરાપર) પ્રાથમિક શાળાના પરિસરમાં હરડે, ફાલસા, બીજોરા, ખાખરો, બોરસલી, ફણસ, રાયણ, બોર, સીસમ, કાંચનાર, પારિજાત, શેતુર, સરગવો, નગોળ તુલસી, ઈરાની પાન, હાડસાંકળી, જીવંતિકા વેલ, ગળો, લેમન ગ્રાસ, નાગરવેલ, સુગર વેલ, ઇન્સ્યુલિન ટ્રી, એલોવેરા અને પથ્થર ફૂટી સહિતના અનેક ઔષધીય અને ઉપયોગી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ આ રોપાઓના જતન અને સંવર્ધન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. > આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ, મોરબી શાખાના સચિવશ્રી વિશાલભાઈ બરાસરા તથા પ્રાંત મોરબી જિલ્લા કન્વીનર ડૉ. જયેશભાઈ પનારા દ્વારા પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણનું મહત્વ, પ્રકૃતિ સંરક્ષણ અને ઔષધીય વૃક્ષોના સંવર્ધન અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા તેમજ પક્ષીઓ અને પર્યાવરણના સંરક્ષણ માટે સક્રિય બનવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મોરબી જિલ્લા સંયોજક ડૉ. જયેશભાઈ પનારા, ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સચિવશ્રી વિશાલભાઈ બરાસરા, પર્યાવરણ કન્વીનર ડૉ. ચિરાગભાઈ અઘારા, સેવા કન્વીનર રાજેશભાઈ ડાંગર, GVCA કન્વીનર વિનુભાઈ મકવાણા, BKJ કન્વીનર પંકજભાઈ ફેફર, કૌશિકભાઈ અઘારા,દિલીપભાઈ પરમાર સહિત ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો, સભ્યો, શાળાના આચાર્યશ્રી, આજુબાજુની પ્રાથમિક વિદ્યાલયના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સૌએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર, તેનું જતન અને પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમને સૌએ ખૂબ જ સરાહનીય અને પ્રેરણાદાયી ગણાવ્યો.
કોષાધ્યક્ષશ્રી
હિરેનભાઈ ધોરિયાણી
સચિવ શ્રી
વિશાલભાઈ બરાસરા
પ્રમુખ શ્રી
ચિરાગભાઈ હોથી


