• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો*

*નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો*

નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સમાં ટીબી રોગ અંગે જાગૃતિ કેળવવા માટે પ્રેરણાત્મક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ટીબી સેન્ટર, મોરબીની ટીમ ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમ દરમિયાન શ્રી પિયુષ ડી. જોશી – જિલ્લા કાર્યક્રમ સંયોજક, જિલ્લા ટીબી સેન્ટર, મોરબી દ્વારા ટીબી રોગના કારણો, લક્ષણો, સારવાર, રોગથી બચવાના ઉપાયો તથા સમયસર તપાસના મહત્વ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ એનસીસી કેડેટ્સ તથા અન્ય વિદ્યાર્થીઓનું ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી, સમાજમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી શૈલેશ પારેજિયા – મોરબી તાલુકા આરોગ્ય સુપરવાઇઝર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આરોગ્ય જાગૃતિ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાનના ઉદ્દેશ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન કાર્ય ૨ ગુજરાત ગર્લ્સ એનસીસી, રાજકોટ દ્વારા સોંપવામાં આવ્યું હતું. એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ શીતલબેન કંઝારીયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા તેમજ પ્રિન્સિપાલ નિલેશભાઈ મિરાણી , સતીશભાઈ વોરા સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ એનસીસી કેડેટ્સ તથા વિદ્યાર્થીઓમાં ટીબી રોગ અંગે જાગૃતિ ફેલાવવી, સમયસર તપાસ અને સારવાર માટે પ્રેરિત કરવા તેમજ ‘ટીબી મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
“જાગૃતિથી બચાવ, સમયસર સારવારથી ઉપચાર — ટીબી મુક્ત ભારત માટે સૌનો સંકલ્પ.”

Related posts

*મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જશ્ને શહીદે ઈમામે હસન નિમિત્તે ભવ્ય પ્રોગ્રામ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીન ની પ્રેરક ઉજવણી કરાઇ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા વિસ્તારમાં માં ત્રણ અલગ અલગ બીજ શ્રી રાવળ શા પીર‌ ની સાંનિઘ્યમાં આષાઢી, શ્રાવણ,ભાદરવો માસ ઉજવાય છે*

editor

Leave a Comment