• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

યુવાનોએ ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે ૧૯ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય સરકાર દ્વારા યુવાઓના પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ માં આવતા ગુજરાતનાં મુળ વતની હોય તેવા યુવાઓએ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ હોય જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાઓ અભિયાન, પ્રદુષણ નિયંત્રણ, વૃક્ષારોપણ, બાળ પોષણ અભિયાન,રાજ્ય તેમજ સમાજ સેવા અંગેના બીજા ફલેગશીપકાર્યક્રમોમાંબિરદાવી શકાય તેવા ઉત્તમ કાર્ય કરેલ હોય તેવા યુવાનોએ ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે અરજી કરી શકે છે. અરજદારે પોતાના બાયોડેટા સાથે ઉત્કૃષ્ઠ કામગીરી અંગેના પુરાવા તથા તે અંગેનાં ફોટોગ્રાફ તારીખ ૧૯/૧૨/૨૦૨૦ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી રૂમનં.257, બીજોમાળ, તાલુકાસેવા સદન, લાલબાગ, મોરબી ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક જીલ્લા રમતગમત અધિકારીની કચેરીનો કચેરીસમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*જોડીયા ના જશાપર ગામે આંગળ વાડી ના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા*

Hello Morbi

*મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા 30 એપ્રિલે અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેક્શન થશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી છેકે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે*

editor

Leave a Comment