• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીમાં કલરવ હોસ્પિટલ અને આર્યગ્રામમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે*

મોરબીમાં કલરવ હોસ્પિટલ અને આર્યગ્રામમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી સુવર્ણપ્રાશન કેમ્પ
પુષ્પ નક્ષત્ર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી તા. 07 સપ્ટેમ્બર 2026, સોમવારના દિવસે સવારે ૮:૦૦થી સાંજે ૮:૦૦ વાગ્યા સુધી આ કેમ્પ, કલરવ હોસ્પિટલ શનાળા રોડ, મહેશ હોટેલની બાજુમાં યોજાશે.
આ એક આયુર્વેદિક ઈમ્યુનાઈઝેશન છે જેનાથી બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે તથા બાળકમાં સ્મૃતિ અને મેઘા વધે છે, ૦થી ૧૫ વર્ષ સુધીના નાના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાંનો લાભ અપાવવા માટે મોરબીની તમામ સોસાયટીઓના વાલીઓને પોતાના બાળકો સાથે કેમ્પમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.
કેમ્પનું આયોજન કલરવ હોસ્પિટલ શનાળા રોડ મોરબી તથા શનાળ ઘુનડા રોડ પર , શનાળા પટેલ સમાજ વાડી સામેનો રોડ પર આર્યગ્રામ સોસાયટી તથા આર્યગ્રામ સામે સંજીવની ક્લિનિક ડો પૂજાબહેન લોરિયાની કલિનિકમા સાંજે ૫ થી ૭ , મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કલરવ‌ હોસ્પિટલ તથા કોમલબેન પનારા તથા ડો પૂજા બહેન લોરિયા દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે.
સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ દ્વારા આ પ્રકારના સુવર્ણપ્રાશન કેમ્પ મોરબી સહિત વિવિધ સ્થળોએ યોજાતા હોય છે,

કલરવ મેટરનિટી હોસ્પિટલ
મોરબી
ડો જયેશભાઇ પનારા
મોબાઈલ
૯૪૦૯૧૨૬૭૬૭
૮૪૬૯૧૨૬૭૬૭

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લાયન્સ ક્લબ મોરબી સિટી તેમજ ક્રિષ્નાચેરિટેબલ&એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હરિયાળું મોરબી, હરિયાળું ગુજરાત પ્રોજેકટ સંપન*

editor

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવતા અજયભાઇ લોરીયા

Hello Morbi

*HELLO MORBI: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી અને ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાળા ગામે કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment