• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ; પ્રજાલક્ષી પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા કરાઈ*

*મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ; પ્રજાલક્ષી પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા કરાઈ*
*સ્વચ્છતા, પીવાનું પાણી અને માળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરવા તાકીદ કરાઈ*

*મોરબી, તા. ૨૦ માર્ચ,*

મોરબી જિલ્લામાં જનસુખાકારીના કાર્યોને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ વિકાસ કામોની ગુણવત્તા બાબતે કડક વલણ અપનાવવા સ્પષ્ટ નિર્દેશ આપતા કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. પ્રજાકીય સુવિધાઓના ભાગરૂપે આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઉનાળાને ધ્યાને રાખી જિલ્લાના કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગને જરૂરી સૂચના અપાઈ હતી. બેઠકમાં તાજેતરના કમોસમી વરસાદ/ભારે પવનથી થયેલા નુકસાન અને રોડ-રસ્તાના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરે કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.એસ. ગઢવી, જિલ્લા પોલીસ વડાશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી ડો. સુનિલ બેરવાલ સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જિંદગી સામેની લડત માં જીતનો નવો અધ્યાય: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ બચાવ્યો વધુ એક જીવ*

editor

*આમરણ રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

*જીવનદર્શન મંગળવાર તારીખ 27-9-2022* *કથ્થક નૃત્યના માધ્યમથી નાસિક,મહારાષ્ટ્ર તેમજ સમગ્ર ભારતનું ગૌરવ વધારતાં નાસિકનાં દીપાબેન મોનાણી (બક્ષી)*

Hello Morbi

Leave a Comment