• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

* ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા રાજ્યપાલશ્રી


ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
રાજ્યપાલશ્રી એ સ્વ. માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે સ્વ. સોલંકીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. તેમની સાહિત્ય પ્રીતિ, વહીવટી કુશળતા અને વિકાસલક્ષી અભિગમ હંમેશાં યાદ રહેશે. રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતુ કે સ્વ. સોલંકીના અવસાનથી ગુજરાતે એક કાર્યદક્ષ રાજનીતિજ્ઞ ગુમાવ્યા છે અને ગુજરાતના જાહેરજીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. રાજ્યપાલશ્રી એ પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્મા ને ચિર શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર આવી પડેલા અણધાર્યા દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે.

Related posts

*મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને મોચી સમાજ દ્વારા સ્નેહમિલન રાસ ગરબા ના કાર્યક્રમો મોફુક રાખવામાં આવ્યા*

Hello Morbi

*તાલુકા કક્ષાનાં ખેલ મહાકુંભમાં કુંતાસી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકનો ઉત્કૃષ્ઠ દેખાવ*

Hello Morbi

*HELLO MORBI NEWS:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરીઅલગ-અલગ જેલ હવાલે કરતી મોરબી જિલ્લા પોલીસ*

editor

Leave a Comment