• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નું મેંગાં ઓપરેશન એલ પી જી ગેસ ના ટેન્કર માં છુપાવી ને લય જવાતો લાખોની કિંમત નો દારૂ જપ્ત*

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગઇકાલે સતત બીજા દિવસે પોલીસ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જેમાં મોરબી એલસીબી પોલીસ ટીમને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એલપીજી ગેસના ટેન્કરમાં છુપાવી લઇ જવાતાં અધધ 11,700 બોટલ જેટલાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ સાથે જ પોલીસે ટેન્કર ચાલક ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા સાહેબની સૂચના તથા મોરબી એલસીબી પી.આઇ. વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.એસ.આઇ. એન. બી. ડાભી તથા ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હેડ કો. જયવંતસિંહ ગોહિલ અને કો. ભરતભાઈ મિયાત્રાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવતા ત્યાંથી અમદાવાદ તરફથી આવતા એક LPG ગેસ ટેન્કર નંબર NL 01 L 5509 ને રોકી તલાસી લેતાં તેમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો…

મોરબી એલસીબી પોલીસ દ્વારા આ દરોડામાં અલગ-અલગ બ્રાન્ડની કુલ 11,700 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 44,23,860 તથા એક મોબાઇલ ફોન, ટેન્કર સહિત કુલ રૂ. 64,30,760 નો મુદ્દામાલ કબજે લઇ ટેન્કર ચાલક ગોરધનરામ અમેદારામ ચૌધરી (ઉ.વ. 38, રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી આ દારૂનો જથ્થો મોકલનાર રામારામજી ખેતારામજી જાટ નામના આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે….

મોરબી એલસીબી પોલીસની આ કામગીરીમાં પી.આઇ. વી. બી. જાડેજા, પી.એસ.આઇ. એન. બી. ડાભી, એએસઆઈ રસિકભાઈ ચાવડા, હેડ કો. દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, જસવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, કો. ભરતભાઈ મિયાત્રા, નંદલાલભાઈ વરમોરા, રણવીરસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

Related posts

*HELLO MORBI:ડીસાની દીકરી ચાહત ઠકકરને મેડિકલમાં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*કચ્છ ના નેર ગામે થયેલા અનુસુચિત જાતિના નિર્દોષ પરિવાર પર જીવલેણ હુમલાના ઘટનામાં વેરાવળ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવતા AIMIM સમર્થ આપી સખત શબ્દોમાં વિરોધ કર્યો*

Hello Morbi

*સજનપર ઘુનડા રોડ ઉપર ડમ્પર ચાલકોનો ભયંકર ત્રાસ દરરોજ ડમ્પરમાં ભરેલ મેટલ રોડ ઉપર વેરણ છેરણ થતી હોય લોકો અકસ્માતનો ભોગ બને છે*

Hello Morbi

Leave a Comment