• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે સ્વ.હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે સ્વ.હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*અત્યાર સુધી ના ૫૨ કેમ્પ મા કુલ ૧૪૭૭૧ લોકોએ લાભ લીધો તેમજ ૬૭૧૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૨-૨૦૨૬ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.
વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮,હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮,અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૫૨ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૪૭૭૧ લોકો એ લાભ લીધો હતો તેમજ ૬૭૧૭ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.

લી.
જલારામ ધામ-મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયા ગામનો વર્ષો જૂનો સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન બે બિનરાજકીય મુસ્લિમ આગેવાનોના દાનથી ટૂંક સમયમાં હલ થઈ જશે.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શાપર(વે) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય*

editor

*ઇન્ફ્રારેડ થર્મોમીટર સ્કેનર કોરોનાના ટેસ્ટિંગ માટે અયોગ્ય અને અપ્રમાણિત છે : જાણકારો*

Hello Morbi

Leave a Comment