• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી તાલુકા ના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર*

પડધરી તાલુકા ના આરોગ્ય ના કર્મચારિઓ હડતાલ ઉપર

 

હાલ જ્યારે એક તરફ કોરોના ની વેકસીન આવેલ છે તો બીજી બાજુ પંચાયત ના કર્મચારીઓ હડતાલ ઉપર છે ત્યારે આ કર્મચારીઓ પાસે થી મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘ તેમજ રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ના આદેશ અન્વયે પડધરી તાલુકા ના 35 થી વધારે કર્મચારી ઓ હડતાલ ઉપર છે કર્મચારીઓ એ પોતાની વેદના ઠાલવતા જણાવેલ કે અમે કોઈ કોરોના રસી નો વિરોધ કરતા નથી કોરોના ની રસી ક્યાં દીવસે આવાનીના છે તેના કોઈ સમાચાર પણ હતા નહીં એ પહેલા ની આ અમારી પડતર માંગણી છે જે છેલ્લા 2 વર્ષ થી માંગેલી છે

પ્રથમ હડતાલ ફ્રેબ્રુઆરી -19 અને બીજી હડતાલ ડિસેમ્બર – 19 મા કરેલ અને ત્યારે સરકારશ્રી દ્વારા લેખિત માં બાહેનધેરી આપેલ છતાં આજદિન સુધી અમારી માંગણી નું નિરાકરણ કરવામાં આવેલ નથી હાલ મા 1-1-21 ના રોજ પણ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અલટીમેટમ આપવામાં આવેલ અને તા. 11-1-21 ના રોજ આરોગ્ય અગ્રસચિવ શ્રી જયંતિ રવિ સાથે કરેલ બેઠક માં કોઈ સરકારશ્રી તરફ થી પોઝિટિવ અભિગમ ના દેખાતા કર્મચારિઓ દ્વારા તા. 12-1-21 થી અચોક્કસ મુદત ની ગાંધી ચીંધ્યા માર્ગે હડતાલ કરવાનું નકી કરવામાં આવેલ.

 

રાજ્ય વાપી પંચાયત ના આરોગ્ય કર્મીયો ની હડતાળ અને કોવિડ વેકસીન બાબતે સરકાર મુંઝવણ માં…

1) અગાઉ નક્કી કરેલ કોવિડ વેકસીન સેન્ટરો ની સંખ્યા માં અચાનક કાપ મુકવો..

2) કિવિડ વેકસીન ની આડઅસર AEFI બાબતે ચિતા માં છે સરકાર એટલેજ દરાએક જિલ્લા ના નાના સેન્ટરો ( PHC, CHC) ને બાકાત કરી નવી યાદી મુજબ ફક્ત તાલુકા અને જિલ્લા ( SDH, DH )ની મોટ્ટી હોસ્પિટલ ને જ સામેલ કરેલ છે..

3) 16 ના ઉદ્ઘાટન કરી જેતે વેકીસન સેન્ટર પર ફક્ત 100 લોકો નેજ વેકસીન આપશે.. 17 ના કન્ટીનિવ કરવું કે નહીં કોઈ સ્પષ્ટ સૂચના નથી.. કોવિડ રસ્સી ની અસર કે આડસર ની રાહ જોવાતી હોય કદાચ..

*હડતાળ ના કારણે ઉભી થયેલ પરિસ્થિતિ*

1) તમામ જિલ્લા ના મુખ્ય વેકસીન સ્ટોર માં ટ્રેન્ડ કર્મચારિયો ની જગ્યા પર એન્ટ્રેન્ડ કર્મચારિયો મુકાય..જેમને કોલ્ડચેન બાબતે પૂરતું જ્ઞાન નથી..

2) PHC પર પ્રથમ અને બીજા કોલ્ડચેન હેન્ડલર ની ગેર હાજરી માં વેકસીન ની કોલ્ડચેન ની જાળવણી રામભરોષે..

3) રૂટિન રસ્સીકર્ણ બંધ.. જ્યાં ચાલુ છે ત્યાં રસ્સી ચોથા વર્ગ ના કર્મચારિયો કેરિયર ભરી આપે છે જેમને કોલ્ડચેન બાબતે કોઈ જ્ઞાન નથી અને રસ્સી કરણ કરતા ફિક્સ પગાર ના બેનો જેમને ઈન્જેકશન દેતા આવડે પણ ક્યાં આપવું,કેટલા એન્ગલ માં આપવું,કેટલું ઊંડું આપવું કોઈ જ્ઞાન નથી.. આવા લોકો મારફતે રૂટિન રસ્સીકર્ણ કરાવી બાળકો ના જીવ જોખમ માં મૂકી ફક્ત આંકડા માં રાજી થવાય છે..

4) કોવિડ વેકસીન બાબતની ટ્રેનિંગ , મોકડ્રિલ કરી અનુભવ મેળવેલ કર્મચારિયો હડતાળ પર છતાં કોવિડ વેકસીન નવા સેન્ટરો પર આપી આંકડા બતાવી પોતાનો કકો ઉંચો રાખવા ના પ્રયાસો પ્રજા ના ભોગે થઈ રહ્યા છે…

5) જે કર્મચારિયો પાછલા 8 મહિના થી કોઈપણ રજા વગર દિવસ રાત જોયા વગે પોતાનો અને પોતાના પરિવાર ના જીવ જોખમ માં મૂકીને કોવિડ ને નહિવત કરેલ રાજ્ય માં એવા કર્મચારિયો ને સરકાર ના મંત્રીશ્રી તરફ થી તકવાદી, થોડા નાણાકીય લાભ માટે લડતા સ્વાર્થી લોકો જેવી ઉપમા આપવા માં આવે છે.. આવા મંત્રીશ્રી ને ભૂતકાળ જોવા ની જરૂરત છે..

જો થોડો નાણાકીય લાભ લાગતો હોય તો આવી સેવા આપનાર ને આપી દેવો જોઈએ અને પોતાનો જીવ જોખમ માં મૂકી કામ કરનાર આવા કર્મચારીયો ને પ્રોત્સાહિત કરવા જોઈએ..

6) હાલ કોવિડ ના કેસ નીકળે છે ત્યારે કોઈ ફિલ્ડ માં ફિલ્ડ કર્મચારિયો ની હાજરી નથી, બર્ડ ફલૂ દેખાઈ રહ્યો છે, કોવિડ નો નવોસ્ટ્રીમ વાળા વાયરસ ના દર્દીયી રાજ્ય માં દેખાયા છે, ઠંડી ઘટતા મલેરિયા અને ડેંગ્યુ જેવા તાવ ના કેસો આવશે આવી તમામ પરિસ્થિતિમાં કામ કરનાર ફિલ્ડ ના કર્મચારિયો ની હડતાલ સરકાર ની મોટી મુંઝવણ છે..

 

 

*શાંત બેસી પોતાનો હક્ક માંગતા કર્મચારિયો નો પગાર કપાત કરી,નોકરીઓ માં બ્રેક ગણવાની ધમકી આપવામાં આવે છે*

 

 

હાલ પડધરી તાલુકા માં 35 થી વધુ કર્મચારી ઓ જોડાયેલ છે

જેમાં રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ના સંગઠન મંત્રી માનસિંહભાઈ પરમાર

તેમજ હંસાબેન ચૌહાણ , કિરણબેન ઓઝા,

ડી.બી.ઝાલા,કે.પી.વાડોલીયા,

સિદ્ધારથ કામાણી, કુસુમબેન અગ્રાવત, વગેરે જોડાયેલ છે

Related posts

*HELLO MORBI:કુદરત ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:ચેક રીર્ટન થયાના કેશ માં ચેકની રકમની ડબલ રકમ ના દંડની ત્થા ચેકની રકમ ૯% ના વ્યાજ સાથે ચુકવવા ત્થા એકવર્ષની કેદની આરોપી ને સજા નો કોર્ટનો હુકમ*

editor

*ટંકારામાં અશહ ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી આશરે એક ઈચથી વધુ વરસાદ પડતા ગરમીમાં થોડી રાહત મળી*

Hello Morbi

Leave a Comment