• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડસ્પીકર વગાડવા ઉપર પર પ્રતિબંધાત્મક આદેશ જારી*

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ સંદર્ભે ચૂંટણી સમય દરમ્યાન રાજકીય પક્ષ/ઉમેદવારો/કાર્યકરો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરતા હોય છે. ખૂબ ઉચા અવાજે પ્રચાર કરતા લાઉડસ્પીકરોના ઉપયોગને કારણે ખુબજ ધ્વનિ પ્રદુષણ થાય છે અને આમ જનતાની શાંતીમાં ખલેલ પહોંચે છે જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લાઉડસ્પીકર બેફામ અને મનસ્વી રીતે વગડવા ઉપર પ્રતિબંધ માટે મોરબી અધિક કલેકટર જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષી, દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

 

જાહેરનામા અનુસાર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારના ૦૬-૦૦ કલાકથી રાત્રીના ૧૦-00 કલાક સુધી જ થઈ શકશે, ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા કોઈપણ પ્રકારના વાહન પર સક્ષમ અધિકારીશ્રીની નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહીં અને પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પાસેથી તથા મોટર વ્હીકલ એકટ હેઠળ સક્ષમ અધિકારી પાસેથી નિયત નમુનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે તથા વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી/પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધીત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને ઉપયોગ કરતા પહેલા લેખીતમાં જાણ કરવાની રહેશે, લેખીત પરવાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડસ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાઘનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે, કોઈપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલાના રામયગાળા દરમીયાન કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

Related posts

*HELLO MORBI:મોરબી સિરામિક અશોશિએશન ના હોલ ખાતે ઔધોગિક સલામતી વિષે જિલ્લા કલેકટરશ્રી ના માર્ગદર્શન હેઠળ સેમિનાર યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૧૪ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:લોકોની સલામતી માટે સામખીયાળીથી માળીયા નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ*

editor

Leave a Comment