• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રામકથા અનવ્યે મોરબીના વાવડી ચોકડીથી નાની વાવડી ગામ સુધીના રસ્તા પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ*

*ટ્રાફિક નિયમન માટે ૩૦/૦૯/૨૦૨૩ થી ૦૮/૧૦/૨૦૨૩ સુધી સવારના ૭:૦૦ થી સાંજના ૬:૦૦ સુધી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*
*મોરબીમાં તા. ૩૦/૦૯/૨૦૨૩ થી ૦૮/૧૦/૨૦૨૩ સુધી કબીરધામ, નાની વાવડી ખાતે રામકથા આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથામાં રોજેરોજ મોટી સંખ્યામાં લોકો એકઠા થનાર હોવાથી મોરબી બાયપાસ વાવડી ચોકડી થી નાની વાવડી ગામ સુધીના રોડ તથા નાની વાવડી ગામ થી વાવડી ચોકડી બાયપાસ સુધીના રોડ પર ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉદભવે તેમ છે. જેથી ટ્રાફિક નિયમન માટે આ રોડ તારીખ ૩૦/૦૯/૨૦૨૩ થી ૦૮/૧૦/૨૦૨૩ સુધી સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક સુધી વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે*
*મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જી.ટી. પંડ્યા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ (બી) અન્વયે મોરબીના વાવડી ચોક થી નાની વાવડી ગામ સુધીના રોડ તરફ જવા માટે તથા નાની વાવડી ગામથી વાવડી ચોકડી સુધીના રોડ પર ૩૦/૦૯/૨૦૨૩ થી ૦૮/૧૦/૨૦૨૩ સુધી સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક સુધી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યું છે*
*આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે વાવડી ચોકડી થી નાની વાવડી ગામ તથા બગથળા જવા માટે પંચાસર ચોકડી થઈ પંચાસર ગામ તરફથી કેનાલ થઇ અથવા નંદીઘરથી નાની વાવડી ગામ તરફ, નાની વાવડી ગામ તથા બગથળા ગામ તરફથી મોરબી શહેર તરફ આવવા માટે નાની વાવડી ગામ થી તલાવડી વાળા હનુમાન મંદિર થઈ નવલખી રોડ તરફ અને નાની વાવડી ગામ તરફથી મોરબી શહેર તરફ આવવા માટે નાની વાવડી ગામથી શ્રી દશામાંના મંદિર પાસેથી પંચાસર રોડ થઈ શકત સનાળા તથા પંચાસર ચોકડી તરફના રસ્તાનો ઉપયોગ કરી શકાશે*

*આ જાહેરનામું તારીખ ૩૦/૦૯/૨૦૨૩ થી ૦૮/૧૦/૨૦૨૩ સુધી અમલમાં રહેશે*
*અહેવાલ કિશોર વિડજા*

Related posts

*ડીસા જલારામ મંદિરે મહાઆરતીમાં જોડાયા આગેવાનો*

Hello Morbi

*HELLO MORBI: સરકારના નૂતન અભિગમ થકી ખેતરો સુધી સિંચાઈ સુવિધા પહોંચતા બિનઉપજાઉ જમીન સંપૂર્ણ પિયત અને સંપૂર્ણ ટપક સિંચાઈ પદ્ધતિ સાથે નવપલ્લવિત બની*

editor

*જોડીયા તાલુકા પ્રમુખ નાથાલાલ સાવરીયા એ જોડીયા તાલુકાના 15 ગામોની મુલાકાત લીધી*

Hello Morbi

Leave a Comment