• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી : મોરબીમાં સરકારી આરામગૃહોના ઉપયોગ પર નિયંત્રણનું જાહેરનામું*

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને ધ્યાને લઇ સરકારી, અર્ધસરકારી આરામ ગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામ ગૃહો તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર નિયંત્રણ મુકતું જાહેરનામુ મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન પી. જોષી દ્વારા બહાર પડાયું છે.                                                                                    જાહેરનામા અનુસાર વિશ્રામગૃહ, અતિથિગૃહ ડાકબંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગીક મીટીંગ પણ યોજવા ૫૨, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કીંગ કરવા પર, ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પરંતુ જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામગૃહ/ અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી/ નિરિક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય. પરંતુ આવી ઝેડ સ્કેલની સીકયુરીટી ધરાવતા વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ હાથ ધરી શકાશે નહીં.

Related posts

*HELLO MORBI:મોરબી સીટી બી ડિવિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ફન હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટોલ નંગ – ૧ તથા જીવતા કાર્ટીસ નંગ- ૨ સાથે પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.ટીમ*

editor

આ એક જ યોજનાથી કેન્દ્ર સરકારની તિજોરીમાં આવી ગયા અધધધ… 72,480 કરોડ રૂપિયા

Hello Morbi

*ડોક્ટર રજનીશ ઝાલાવાડીયા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment