• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાં આજથી કોરોના વેકસીનેશન માટે નવા ત્રીસ સબ સેન્ટરો શરૂ*

 વધુ ત્રણ પ્રાઈવેટ હોસ્પિટલો ખાતે રસીકરણ ચાલુ કરવામાં આવશે

મોરબી : મોરબી શહેર જિલ્લામાં હવે રવિવાર તથા બુધવારે પણ કોરોના રસીકરણ ચાલુ રહેશે આ સાથે જ આજથી નવા ત્રીસ સબ સેન્ટર અને ત્રણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોરોનાની રસી મુકવામાં આવશે.

 

જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ મોરબી જીલ્લામાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલો, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ઉપરાંત બે પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવતી હતી. તેમાં વધારો કરીને મોરબી જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત તે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં એક એક ગ્રામ્ય કક્ષાના દુર્ગમ સબ સેન્ટર એમ કુલ ૩૦ દુર્ગમમ સેન્ટર ઉપર પણ આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. અગાઉની આયુષમાન ભારત યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલમાં આયુષ હોસ્પિટલ મોરબી ખાતે રસીકરણ કરવામાં આવતું હતું તદઉપરાંત રાજ્ય કક્ષાએથી વેકસીનેશન સેન્ટરની મંજૂરી મળતા મોરબીની નક્ષત્ર હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ તથા હળવદમા ઓમ હોસ્પિટલમાં પણ કોરોના રસીકરણની કામગીરી તા૨૦ થી શરૂ કરવામાં આવશે.

આ પ્રાઈવેટ હોસ્પિટલમાં સરકારના નિયમ અનુસાર પ્રતિ ડોઝ રસીના રૂપિયા ૧૫૦/ તથા સર્વિસ ચાર્જનાં રૂપિયા ૧૦૦લેખે આમ કુલ મળીને પ્રતિ ડોઝના રૂ.રપ૦ ચૂકવીને રમીકરણ કરાવી શકશે. જયારે સરકારી દરેક સેન્ટરો ઉપર રસી તદન વિનામુલ્યે આપવામાં આવશે.

 

મોરબી જીલ્લાની ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા તથા ૪પથી વર્ષ ઉમરના અન્ય રોગ ધરાવતા ( બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ) તમામ લોકો નજીકના રસીકરણ સેન્ટર ઉપર જઈને કોરોનાની રસી મુકાવી અને કોરોના સામે રક્ષણ મેળવે એવી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જિલ્લા દ્વારા ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટો ઉપર લાગતા 𝐆𝐒𝐓 ને ૧૮ % થી ઘટાડીને ૫ % કરવા માટે રજૂઆત કરાઈ*

editor

*મોરબી: અંતે માજી નગર પાલિકા ના પ્રમુખ કેતન વિલપરાને ટિકિટ ફાળવણી કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પૂજ્ય જલારામ બાપાની 𝟐𝟐𝟔 મી જન્મજયંતિ ઉજવણી માટે ડીસા ખાતે શરૂ થયેલ તડામાર તૈયારીઓ*

editor

Leave a Comment