

આઈ.ટી.આઈ. સંસ્થા ધ્રોલનાં ૭૫ તાલીમાર્થીઓ લોક વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ પર પોતાની રચનાત્મક અને ક્રિયાત્મક શક્તિનો ઉપયોગ કરી “ચકલીનાં માળા અને ચણ-પાણીનાં મોડેલ” બનાવ્યા. કાર્યશાળાનાં તજજ્ઞ ડૉ.સંજય પંડ્ય એ ચકલીનું મહત્વ, ચકલીનાં માળા બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું?, ચકલીનાં માટે ચણ અને પાણી પીવા માટેનું મોડેલ બનાવવા કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું? તેની પ્રાયોગિક માહિતી આપવામાં આવી. ૫-૫ તાલીમાર્થીનું જૂથ કરી ૧૫ જૂથને જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરી તમામને પોતાની રચનાત્મક-ક્રિયાત્મક શક્તિનો ઉપયોગ કરી માળા તેમજ ચણ-પાણી માટેનાં મોડેલ બનાવવાનું કાર્ય સોપવામાં આવ્યું. તમામ તાલીમાર્થીઓએ પોતાના વિચાર શક્તિ અનુરૂપ સરસ-ઉપયોગી મોડેલ બનાવ્યા. ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા આયોજીત કાર્યશાળા ખુબ જ સફળ રહી અને બનેલ માળા-પાણી-ચણનાં મોડેલ ચકલીબેન વધુમાં વધુ તેનો લાભ લે તેવી જગ્યાએ ગોઠવવામાં આવ્યા. ભાગ લેનાર તમામને સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યા. કાર્યક્રમની સફળતા બાબતે સંસ્થાના ચેરમેનશ્રીહરસુખભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયાએ અભિનંદન પાઠવેલ.


શરદ એમ.રાવલ..હડિયાણા…
