• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત* *કોરોના રસીકરણની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહેશે: ધારાસભ્ય શ્રીઓ સહિત નાગરિકો ને રસી લેવા અપીલ*


નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિ નભાઇ પટેલે આજે વિધાનસભા ગૃહ ખાતેજાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન ની કામગીરી હવે રવિવારની રજાના દિવસે પણ ચાલુ રહેશે તો સૌ ધારાસભ્યો સહિત નાગરિકોને પણ તેનો લાભ લેવા તેમણે અપીલ પણ કરી છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, રાજયભરમાં ૨૫૦૦થી વધુ વેકસીનેશન સેન્ટરો પર રસીકરણની કામગીરી હાલ કરવામાં આવી રહી છે જેમાં દરરોજ ૧.૫ લાખથી ૨.૦૦ લાખ નાગરિકોને રસીથી રક્ષિત કરવામાં આવે છે.હાલ રવિવારના દિવસે રસીકરણ ની કામગીરી માટે રજા હતી પરંતુ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે.રાજયના નિયત કરાયેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલો ખાતે રસીકરણની કામગીરી કરવામાં આવે છે ત્યાં હવે રવિવારે પણ રાબેતા મુજબ રસીકરણની કામગીરી થશે જેનો નાગરિકોને લાભ લેવા અનુરોધ પણ કરાયો છે.
દિલીપ ગજજર
********

Related posts

*જોડિયાના મેઘપર ખાતે 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો*

Hello Morbi

*HELLO MORBI: બંધુબાલઘરમાં હનુમાન ચાલીસા કંઠસ્થ ગાન સ્પર્ધા યોજાઇ*

editor

*વિશ્ર્વ લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોન યુવા સમિતિના હોદેદારોની થયેલ નિમણૂંક*

Hello Morbi

Leave a Comment