• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

રાજ્યનો સૌથી મોટો સફળ રસીકરણ કેમ્પ ભાવનગરમાં યોજાયો-ડે. મેયર કુમાર શાહનું સફળ આયોજન.

અધધ…૫૫૫ (પાંચસો પંચાવન)વડીલોને એક જ દિવસમાં એક જ સ્થળ ઉપર સફળતાપૂર્વક કોવિડ વેકસીન અપાઈ.

રાજ્યમાં એક તરફ કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. દિવસે દિવસે કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સામે લોકોને સુરક્ષીત કરવા સરકાર રસીકરણ કાર્યક્રમ ઉપર ભાર આપી રહી છે. ત્યારે આજે તા. ૨૦/૩/૨૦૨૧ ને શનિવારે સવારે ૯:૩૦થી સાંજે ‌૫ વાગ્યા સુધી ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના રસી આપવાનો કેમ્પ પીરછલ્લા‌ વોર્ડના ‌કુષ્ણનગર‌ જૈન‌ ઉપાશ્રય,‌ મહીલા કોલેજ ‌પાસે‌ કરવામાં આવ્યો ‌હતો. ડે. મેયર અને સફળ નગરસેવક એવા કુમારભાઈ શાહ દ્વારા આ રસીકરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ૫૫૫ લોકોએ વેકસીન ‌લીધી અને આ રસીકરણ કેમ્પ ‌આખા ગુજરાતમા પહેલો કેમ્પ ‌હશે જેમાં એક‌ સાથે‌ એક જગ્યાએ ખુબ‌ સફળ પુર્વક આયોજન થયુ અને ૫૫૫ લોકોએ વેકસીનનો લાભ લીધો. આ પ્રસંગે ‌પીરછલ્લા‌ વોર્ડના સક્રીય નગરસેવક અને ડે. મેયર શ્રી કુમારભાઇ શાહ ની મહેનત રંગ લાવી.આ રસીકરણ ‌કેમ્પમા ‌નગરસેવક‌‌ અને‌‌ ડેપ્યુટી ‌મેયર‌શ્રી કુમારભાઇ શાહ, દિલીપભાઇ ‌જોબનપુત્રા,‌ નગરસેવીકા શ્રીમતી ‌મનીષાબેન‌ વાઘેલા, શ્રીમતી ‌યોગીતાબેન‌ ત્રીવેદી, વોર્ડ ‌પ્રમુખ શ્રી પરમાનંદભાઇ રાધાણી,‌ વોર્ડના ‌ઇન્ચાર્જ શ્રી ‌યોગેશભાઇ‌ ડોડીયા, કમલેશભાઇ દેવાણી, અમીતભાઇ વાઘેલા, અને શ્રી‌ કુષ્ણનગર જૈન સોસાયટીના ટ્રસ્ટીઓ પણ ‌હાજર રહ્યા હતા.આ રસીકરણ ‌કેમ્પમા ભીલવાડા ‌આરોગ્ય હેલ્થ સેન્ટરના મેડિકલ ‌ઓફીસર ડો, પાર્થભાઇ પંડ્યા, મેડીકલ ઓફિસર ડો,‌ શક્તિસિંહ ગોહિલ, મેડીકલ ઓફીસર ડો, શ્ર્વેતાબેન‌ પટેલ, ભીલવાડા ‌હેલ્થ સેન્ટર અને ‌અન્ય હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફે ‌ખુબ‌ જહેમત ‌ઉઠાવી હતી.આ કેમ્પ રાજ્યના અન્ય કેમ્પના આયોજનો માટે પ્રેરણાદાયી સાબિત થશે.

Related posts

*HELLO MORBI:મોરબી સિટી એ ડિવિજન પોલીસ મથક ની હદ માં મારામારીના ગુનાઓમાં અનેક વખત ઝડપાતા શખ્સ ને પાસા તળે જેલહવાલે કરાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ચાલતા ગેસ કટીંગ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*

editor

*HELLO MORBI:માળિયા ફાટક ઓવરબ્રિજ પાસેથી અક્સો વીસ બોટલ દારૂ ભરેલી વર્ના કાર સાથે ત્રણ ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment