• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

 *મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કોરોના પોઝિટિવ*

ડીડીઓ બાદ ડેપ્યુટી ડીડીઓ સહિત એક કર્મચારી પણ કોરોના સંક્રમિત

જિલ્લા પંચાયતમાં કોરોનાની એન્ટ્રીથી સાવચેતીના પગલાં

મોરબી: ‘જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાઇ નહીં’નું સૂત્ર વડાપ્રધાન મોદીએ કોરોના સામેની નિર્ણાયક લડાઈ માટે આપ્યું છે. અલબત્ત ઘણી સરકારી સંસ્થાઓમાં પણ કોઈને કોઈ કારણોસર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ વોશ, હેન્ડ સેનીટાઇઝર સહિતના નિયમોની અણદેખી થાય છે ત્યારેમોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા પંચાયતમાં સાવચેતીના પગલાં લઈ મુલાકાતીઓનું ટેમ્પરેચર માપવાનું શરુ થયું છે.

 

મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ કોરોના સંક્રમિત થયા બાદ ડેપ્યુટી ડીડીઓ વસોયા કોરોના સંક્રમિત્ત થયા છે. આ ઉપરાંત અન્ય બે કર્મચારીઓનો; જેમાં એક મહિલાકર્મી અને એક પુરુષકર્મીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા કચેરીમાં ફફડાટ ફેલાયો છે. આ અગાઉ ગઈકાલે ગુરુવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઇ એમ. સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે જ વધુ કર્મચારીઓ સંક્રમિત હોવાની આશંકા સેવાઈ રહી છે.

જો કે હવે જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશતા મુલાકાતીઓનું સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. ટેમ્પરેચર ચેકીંગ કરી સેનીટાઇઝરના ઉપયોગ બાદ મુલાકાતીઓને પ્રવેશ અપાય છે; જે તમામના નામ-સરનામાં, મોબાઈલ નંબર સહિતનો રેકોર્ડ રાખવામાં આવશે. આમ મોરબી જીલ્લા પંચાયત કચેરીમાં 3 અધિકારીઓ અને 2 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તકેદારીના પગલાંઓ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI: દારૂ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચની તવાઈ યથાવત:થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો રૂ.૭૩ હજારનો દારૂ – બિયર ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ જોડિયા તાલુકાના ગામોમા જન આશીર્વાદ યાત્રાએ નીકળ્યા*

Hello Morbi

*મોરબીના 11 વર્ષના અતિક અહેમદ મોવર રમજાન માસ માં રોજા રાખીને કરી ખુદા બંદગી*

Hello Morbi

Leave a Comment