• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી*વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા અને જરુરી કાર્યવાહી માટે રજૂઆત કરી*

ટંકારા : આજે જીલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ સંગઠન પ્રમુખ ભુપત ગોધાણી ટંકારા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત અર્થે દોડી ગયા હતા. અને દર્દીના દર્દને સાંભળી સાથે સાથે ડોક્ટરની માંગણી અને મુશ્કેલીની માહીતી મેળવી તેને દુર કરવા માટે સરકારને રજૂઆત કરી હતી. હોસ્પિટલના અધિક્ષક ડો. વી. બી. ચિખલિયા દ્વારા વર્તમાન સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા અને રસિકરણ ઉપરાંત તાવ, શરદી અને કોરોનાની સારવાર વિશે વાત કરી હતી.

 

ડો. દવે દ્વારા લોકોને ગભરાટ કે તનાવથી દુર રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે ઈન્ચાર્જ અધિકારી ડો. બ્રિજેશ મુગરા સાથે તાલુકાની સ્થિતિ જાણી હતી. ત્યારે આરોગ્ય રથ માટે ઘટતા કર્મચારીઓ અંગે જીલ્લા આરોગ્ય વિભાગને સુચના આપી તાકીદે યોગ્ય કરવા જણાવ્યું હતું.                                       આ ઉપરાંત, ડો. જે. એમ. કતિરાના માર્ગદર્શન હેઠળ આપેલ સુચનામાં તાવ, શરદી, ઉધરસની દવા વિનામૂલ્યે ધન્વન્તરિ રથ ઉપર મળી રહશે, જેનો લાભ લેવા જણાવ્યું છે. સાથે વાયરસ તાવ કે ઝાડા જેવા કેસમાં તાત્કાલિક કોરોના ટેસ્ટિંગ નહીં કરી ત્રણ દિવસ દવા લઈ હોમ કવોરન્ટેન રહેવાની વાત કરી હતી. તેમજ સુપરવાઇઝર હિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે મેડિકલ ટીમ તાલુકામાં તૈનાત છે. તેઓને લોકોએ સાથ સહકાર અને નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

Related posts

*HELLO MORBI: મોરબીના જાણીતા અને માનીતા યુવા ઉદ્યોગપતિ નીરવ પટેલ નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૧૨ દર્દીઓએ લાભ લીધો*

editor

*હીરાના કારીગરનો કમાલ રેકોર્ડ બનાવ્યો પ્રવીણભાઈ ગારીયાધાર વાળાએ*

Hello Morbi

Leave a Comment