• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ભાજપ આયોજિત કોરોના ટેસ્ટ કેમ્પમાં સતત બીજા દિવસે ૧૭૪ લોકોને કોરોના પોઝિટિવ*

મોરબી શહેરમાં સનાળા રોડ પર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે બીજા દિવસે સવારથી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રેપિડ મારફતે કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને સવારના ૯ થી લઈને સાંજના ૬ વાગ્યા સુધીમાં કુલ મળીને ૧૦૫૮ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે જેમાંથી ૧૭૪ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે અને ગઇકાલે આ એક જ્સેંતર ઉપર ૧૮૬ લોકોને કોરોના પોઝિટિવ આવેલ હતો ત્યારે સરકારી આંકડો માટે ૪૦ નો હતો જે સાબિત કરે છે કે સરકારી આંકડા ખોટા છે

 

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાની આગેવાની હેઠળ હાલમાં મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રેપિડ મારફતે લોકોના કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી ત્યારે કોરોનાના લક્ષણો જણાતા હોય અથવા તો શંકાસ્પદ લાગતું હોય તે તમામ લોકો રેપિડ મારફતે પોતાના કોરોના ટેસ્ટ કરાવવા માટે થઈને આવી રહ્યા છે આજે સવારના ૯ વાગ્યાથી લઈને સાંજના ૬ સુધીમાં લોકોના રેપિડથી ટેસ્ટ કરવામાં આવે છે દરમિયાન હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે અત્યાર સુધીમાં ૧૦૫૮ લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવેલ છે જેમાંથી ૧૭૪ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે જેથી તેઓને ૧૪ દિવસની દવા સાથે પોતાના ઘરની અંદર હોમ આઇસોલેટ રહેવા માટે કહેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગઇકાલે મોરબી જિલ્લાની અંદર જુદી જુદી જગ્યાએ લગભગ ૪૩ જેટલાં સ્થળોએ જે ટેસ્ટ કરવામાં આવ્યા તેમાથી માત્ર માત્ર ૪૦ પોઝિટિવ બતાવવામાં આવેલ છે અને ગઇકાલે આ એક જ સેન્ટર ઉપર ૧૮૬ લોકોને કોરોના પોઝિટિવ આવેલ છે એટલે કે ક્યાકને ક્યાક સરકારી આંકડા ખોટા આવે છે તે વાતને નકારી શકાય તેમ નથી

Related posts

*મોરબી: યુટીલિટી હડફેટે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શહેર તથા ગ્રામીણ વિસ્તારની વાણંદ સમાજ માં સોલંકી પરિવાર દ્વારા પહેલીવાર પ્રેરણા દાયક પગલું*

editor

*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.*

Hello Morbi

Leave a Comment