• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુસ્લિમ એકતા મંચના તાલુકા-જિલ્લા કન્વીનરોની મીટીંગ યોજાય*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*દરેક તબક્કાના આગેવાનોને એક મંચ ઉપર આવવા ઈમ્તિયાઝ પઠાણ દ્વારા આહવાન કરાયું*

 

સાસણ નજીક આવેલા ઉમંગ રિસોર્ટ ઉપર મુસ્લિમ એકતા મંચની હોદ્દેદારોની મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં તાલુકા જિલ્લા કક્ષાના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ એકતા મંચ દ્વારા મુસ્લિમ સમાજની સુખાકારી આર્થિક અને સામાજિક વિકાસ અર્થે એક ચળવળ ચલાવવામાં આવી રહી છે અને સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ માટે કાયદાકીય અને સંવેધાનિક લડતો પણ આ સંગઠન દ્વારા ચલાવાઈ ચલાવાઈ રહી છે સાથે નાના મોટા વિવાદો માં સમાધાનકારી વલણ અપનાવી અને અનેક મામલાઓ માં સમાધાન કરવી એક નવી પહેલ શરૂ કરી મુસ્લિમ સમાજમાં એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. જેના ભાગરૂપે તમામ કન્વીનરો સાથે એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં સંગઠનના માળખામાં ફેરફાર કરવા તેમજ આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમની રૂપરેખા તથા વધુમાં વધુ લોકો મુસ્લિમ એકતા મંચ સાથે જોડાવા માટેની રણનીતિ બાબતે ચર્ચા કરાઇ હતી આ તકે ફિરકા પરથી દૂર રહી દરેક તબક્કા આગેવાનોને એક મંચ પર આવવા મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા આહવાન કરાયું હતું આગામી સમયમાં મુસ્લિમ એકતા મંચના કાર્યકરો માટે એક સંમેલન પણ યોજવાની જાહેરાત કરાઇ હતી આ બેઠકમાં મુજીબ કાદરી, સાજીદ તેલીયા, ડોક્ટર શાહનવાજ સિદ્દીકી, આરીફ સર, અમિનભાઈ મેર, રિઝવાન ડેસર, અલરખભાઈ બુકેરા, હલીમાબેન, એડવોકેટ કુરેશી, ભીખુભાઈ મોગલ, સલીમભાઈ કુરેશી, મુકતાર ભાઈ, એડવોકેટ રૂબીના બેન, ઈરફાનખાન પઠાણ, ફારૂકભાઈ ચૌહાણ, આદિલભાઈ મલેક સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ એકતા મંચના તાલુકા જિલ્લા કક્ષાના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*HELLO MORBI: દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું છે મહત્વનું યોગદાન*

editor

*HELLO MORBI:મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને મોરબી કલેક્ટરશ્રી દ્વારા ૨૭ જેટલી સીરામીક એસોસીએશન તથા સીરામીક યુનિટો સાથે એમઓયુ કરાયા*

editor

*HELLO MORBI:પી.એમ.પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે*

editor

Leave a Comment