• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સજનપર ઘુનડા રોડ ઉપર ડમ્પર ચાલકોનો ભયંકર ત્રાસ દરરોજ ડમ્પરમાં ભરેલ મેટલ રોડ ઉપર વેરણ છેરણ થતી હોય લોકો અકસ્માતનો ભોગ બને છે*

મોરબી : મોરબીના સજનપર ઘુનડા રોડ ઉપર ડમ્પર ચાલકોનો ત્રાસ માજા મૂકી રહ્યો છે, ખનિજચોરી અને ઓવરલોડિંગ મેટલ, પથ્થર ભરીને બેફામ બનીને દોડતા ડમ્પરમાંથી આ જાહેર માર્ગ ઉપર મેટલ અને મસમોટા પથ્થરો રોડ ઉપર વેરણ છેરણ થતા હોય દરરોજ નિર્દોષ લોકોના હાડકા ભાંગી રહ્યા છે.

 

છેલ્લા લાંબા સમયથી મોરબી નજીક આવેલ સજનપર ઘુનડા વચ્ચેમાં ડામર રોડની ડમ્પર ચાલકોએ અવદશા બેસાડી દીધી છે, આસપાસના વિસ્તારમાં આવેલા ભરડીયા અને પથ્થરની ખાણમાંથી ખનીજ ચોરી કરીને ઓવરલોડ ચાલતા બેકાબુ ડમ્પરો ઉપરથી જાહેર માર્ગ ઉપર પથ્થરો પડતા હોય એ માર્ગ ડામરને બદલે પથ્થરથી મઢવામાં આવ્યો હોય તેવી અનુભૂતિ આજુબાજુના ગ્રામજનોને થઈ રહી છે.

 

ચોંકાવનારી બાબત તો એ છે કે માતેલા સાંઢની જેમ બેફામ ગતિએ ઓવરલોડિંગ ચાલતા આ ડમ્પર ચાલકોને ધ્યાન રાખીને સાવધાની પૂર્વક ચલાવવા નું કહેવામાં આવે તો પણ આ માથાભારે તત્વો ગ્રામજનોને પરેશાન કરે છે, ઉપરાંત સિંગલ પટ્ટી રોડ ઉપર દાદાગીરી આચરતા આ ડમ્પર ચાલકો રસ્તા ઉપર પથ્થરોનો ઢગલો કરતા જવાની સાથે નાના વાહન ચાલકો અને ફોર વ્હીલ સામેથી આવતા હોય ત્યારે ગાડી ઉપર નાખતા હોવાની પણ વ્યાપક ફરિયાદ ઉઠી છે ત્યારે સંબંધિત પોલીસ આ માથાફરેલા ડમ્પર ચાલકોના ત્રાસમાંથી સજનપર અને ઘુનડા ગામને મુક્તિ અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Related posts

*HELLO MORBI:ધારાસભ્ય ના સફળ પ્રયત્ન: મોરબી નગરપાલિકા દ્વારા સી.ટી. બસ સેવાનો પુનઃ પ્રારંભ*

editor

*HELLO MORBI:નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક નવતર કદમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: શિક્ષણ સેવા તેમજ સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા નિર્મિત ભાઈ કક્કડ નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment