• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે 4 વાગ્યે વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે સંવાદ યોજશે*

*કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીશ્રી સંતસમાજ સાથે ચર્ચા-વિમર્શ કરશે*

 

*સાંપ્રત સમયને અનુલક્ષી સરકાર, સમાજ અને સંતોએ સંયુક્ત રીતે કાર્ય કરવા સંવાદ-સેતુ : મુખ્યમંત્રીશ્રીની અનોખી પહેલ*

 

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજ રોજ સાંજે 4 વાગ્યે રાજ્યનાં સંતો-મહંતોઓ સાથે વીડિયો કોન્ફ્રરન્સનાં માધ્યમ દ્વારા કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ અંગે સંવાદ-સેતુથી જોડાશે. આ સંવાદ-સેતુમાં શ્રી રત્નસુંદરજી મહારાજ સાહેબ, નમ્રમુની મહારાજ સાહેબ, વ્રજરાજકુમાર, દ્વારકેશલાલજી, બ્રહ્મવિહારીસ્વામી, સંત સ્વામી – વડતાલ, ત્યાગવલ્લસ્વામી, શેરનાથ બાપુ, અવિચલદાસજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, શંભુપ્રસાદ ટૂંડિયા, મૌલાના લુકમાન તારાપુરી, રાઈટરેવ સિલ્વન વગેરે વિવિધ ધર્મ સંપ્રદાયનાં સંતો-મહંતો જોડાશે.

 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્યમાં જ્યારે કોરોનાની પરિસ્થિતિ વણસી હતી ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ ધર્મ-સંપ્રદાયોનાં વડાઓ સહિત અનેક ક્ષેત્રોનાં વિવિધ મહાનુભાવો સાથે સંવાદ-સેતુ રચ્યો હતો. ગુજરાતમાં ફરી એકવખત કોરોનાનાં કારણે સાંપ્રત પરિસ્થિતિ વિકટ જણાઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સાંજે 4 વાગ્યે સંતો-મહંતો સાથે આ અંગે ચર્ચા-વિમર્શ કરવાનું નક્કી કર્યું છે. આ સાંપ્રત સ્થિતિમાં ધર્મ-સંપ્રદાય અને અનુયાયીઓની ભૂમિકા અંગે પણ સંભવત: તેમાં ચર્ચા થશે.

 

ગુજરાત પર જ્યારે-જ્યારે કોઈ કુદરતી કે કૃત્રિમ આફત આવે છે ત્યારે-ત્યારે વિવિધ ધર્મ-સંપ્રદાયો આગળ આવી સરકાર સાથે મળી સામાજિક સેવાનું કાર્ય કરતા હોય છે. તદુપરાંત કેટલાંક ધર્મ-સંપ્રદાયોનાં વિવિધ સૂચનો પણ હોય છે અને સરકાર તેમજ સમાજને મદદરૂપ થવાની તેમની તૈયારી પણ હોય છે. આ તમામ બાબતને ધ્યાને લેતા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે સંવાદ-સેતુ રચવાનો નોંધનીય નિર્ણય લીધો છે.

 

કદાચ હાલની પરિસ્થિતિ મુજબ ભારતમાં સૌ પ્રથમ એવા મુખ્યમંત્રી ગુજરાતનાં વિજયભાઈ રૂપાણી છે જે સાંપ્રત સમયમાં સરકાર, સમાજ અને સંતો-મહંતો વચ્ચે સંવાદ-સેતુ રચી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં એકમેકને મદદરૂપ થવાની અનોખી પહેલા કરી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથેનાં સંવાદ-સેતુમાં સાંપ્રત સમય પર વિવિધ વિચારો તથા સલાહ-સૂચનોનું આદાનપ્રદાન થશે અને જરૂરી નિર્ણયો લેવામાં આવશે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.૧૧ એપ્રિલના રોજ યોજાશે*

editor

*૨૨ એપ્રિલ છે જે વિશ્વભરમાં વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે તેના ભાગરૂપે મોરબી નેસ્ટ કે૧૨ એજ્યુકેશન સ્કૂલ દ્વારા વિનામુલ્યે રોપાનું વિતરણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI:રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ*

editor

Leave a Comment