• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

ગાંધીનગર ખાતે* *મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો*

¤ રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને તા.૧લી મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં રસી લેવા મુખ્યમંત્રી શ્રીનો અનુરોધ

¤ કોરોના થયો હોય અને દર્દી સ્ટેબલ હોય તો તેઓ એ પણ ડૉકટરની સલાહ મુજબ વૈકિસન લૈવા અપીલ

*******

દેશના નાગરિકોને કોરોના ના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ લીધો છે.

 

કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી શ્રી કહ્યુ હતું કે,કોરોનાથી બચવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર છે જે આપણને મળ્યુ છે ત્યારે હાલ રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને આગામી તા.૧લી મે-૨૦૨૧ થી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં સો યુવાઓ-નાગરિકોને રસી લેવા અનુરોધ કર્યો હતો.

 

તેમણે ઉમેર્યુ હતું કે,પ્રવર્તમાન સંજોગોમા બીજુ સંક્રમણ વધુ વ્યાપક છે અને સંક્રમણ ઝડપથી પ્રસરે છે ત્યારે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થશે એટલે 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકો અને જે લોકોને કોરોના થઈ ગયો હોય તેઓ એ પણ ડૉકટરની સલાહ મુજબ વેકિસનના બંન્ને ડોઝ લઈ લેવા તેમણે અપીલ કરી છે.આગામી તા.૧ લી મે-૨૦૨૧ થી ૧૮ વર્ષથી ઉપરના યુવાઓને રસી આપવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે મુજબ ગુજરાત સરકારે પણ આ અંગે આગોતરૂ આયોજન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે એટલે યુવાઓ પણ વેકિસન લઈ લે એ અત્યંત જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું

 

********

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી નાં નવા બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:શાંતિનગર મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે ભંડારાનો અને ભજન નો કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ જાડેજા ને સન્માનિત કરાયા*

editor

Leave a Comment