• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મધ્યાહન ભોજન યોજના કર્મીઓને મૃત્યુ સહાય આપવા માંગ કરાઈ*  

 

 

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં 2020 ની પ્રથમ કોરોના ની લહેર રે અનેક માનવ જીંદગીને મોતના મુખમાં ધકેલી દીધી છે ત્યારે 2021 મા બીજી લહેર માં પણ સરકારની નિષ્ફળતા મા મૃત્યુદર વધી ગયો હોય એવું મોટા ભાગની પ્રજા અનુભવી રહી છે જ્યારે જીવના જોખમે મધ્યાન ભોજન ધારક

 

1 વર્ષથી કોરોનાના સંક્રમણથી મધ્યાહન ભોજન યોજનાના 20 જેટલા કર્મચારીઓના મોત થયા છે. આથી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને મૃત્યુ સહાયનો લાભ આપવાની માંગણી કર્મચારીઓમાં ઊઠવા પામી છે. ઓલ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

 

કોરોનાની મહામારીના કારણે 1 વર્ષથી મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ રખાયા છે. તેમ છતાં ખાદ્ય સુરક્ષા અંતર્ગત ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરાય છે. એપ્રિલ-2021માં 48 દિવસનું અનાજ વિતરણ મધ્યાહન ભોજન, ઉકાળાનું વિતરણ, વેક્સિનેશન, સહિતની કામગીરી મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરી રહ્યા છે. જોકે ઉપરોક્ત કામગીરીમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ 1 વર્ષમાં 20 જેટલા કર્મચારીઓના કોરોનાથી મોત નિપજ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમ છતાં સરકાર દ્વારા કર્મચારીઓને કોરોનાથી અવસાન થતાં મળવાપાત્ર રૂ.25 લાખની સહાયથી વંચિત રાખ્યાનો આક્ષેપ મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર મોહનલાલ જોષીએ કર્યો છે.

Related posts

*જોડીયા કુન્નડ ગામના કુંડલીયા હનુમાનજીના મહંત જગદેવદાસજી બાપુની સાતમી પુણ્યતિથિ ઉજવાય*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ કોલેજમાં ગુજરાત સરકારના “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કલ્યાણ દિવસ” નો કાર્યક્રમ યોજાયો*

editor

*રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે*

Hello Morbi

Leave a Comment