• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સિટી એ ડિવિઝન ના પી આઇ પંડ્યા સામે કાયદેસર કાર્યવાહી કરવા મોરબી પાટીદાર સમાજ ના આગેવાનો દ્વારા એસ પી ને આવેદન*

મોરબીમાં ૧૭.૩૫ લાખથી વધુની છેતરપિંડીનો ભોગ બનેલો યુવાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા માટે ગયો હતો ત્યારે પીઆઇ દ્વારા તેની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજના છો તો જમીનના એક-બે કટકા વેચી નખાઈ આવી ફરિયાદ ન કરવાની હોય તેવા શબ્દો કહેવામાં આવ્યા હતા જેથી કરીને રોષે ભરાયેલા પાટીદાર સમાજના આગેવાનો ઇનચાર્જ એસપી પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને એ ડિવિઝન પીઆઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ભોગ બનેલા યુવાનની ફરિયાદ લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી

 

 

 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા આલાપ પાર્ક સોસાયટીમાં રહેતો હિરેન મનસુખભાઈ પટેલ નામનો યુવાન કોસ્મેટિક આઈટમનો વેપાર કરતો હોય તે મોરબીના શનાળા રોડ પર આવેલ રિલાયન્સ મોલમાંથી હોલસેલ માલની ખરીદી કરતો હોય છે જેના મેનેજર સમયસિંગને તેણે કટકે કટકે ૧૭૩૫૦૦૦ આપ્યા હતા અને ત્યારબાદ પાંચ દિવસ સુધી તેને માલની ડિલિવરી આપવામાં આવી ન હતી જેથી કરીને તે સમયસિંગને રૂબરૂ મળવા માટે રિલાયન્સ મોલ ખાતે ગયો હતો ત્યારે તેણે કહ્યું હતું કે ઉપર થી માલ આવેલ નથી જેથી કરીને માલ આવશે એટ્લે મળી જશે તેવું કહ્યું હતું ત્યારબાદ ત્યાના જનરલ મેનેજર વિમલ હાથી સાથે વાત કરતા તેણે સમયસિંગને બોલાવીને પૂછ્યું હતું ત્યારે સમયસિંગે બોગસ બિલ આપ્યા હોવાનું સામે આવ્યું હતું

 

જેથી કરીને હિરેન પટેલને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી તે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા માટે તેને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગત તા.૨૪ ના રોજ ગયા હતા ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.પી. પંડ્યા દ્વારા તેની ચેમ્બરમાં તેની છેતરપિંડીની ફરિયાદ લેવાને બદલે તેની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને પટેલ છો તો એક બે વીઘા જમીન વેચી દેવાની હોય આવી ફરિયાદ કરવા માટે ન આવવાનું હોય તેવું કહ્યું હતું જેથી પાટીદાર સમાજ પ્રત્યે ધૃણાસ્પદ અને અસભ્ય શબ્દો વાપરેલ હોય પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી

 

મોરબી પાટીદાર સમાજના અંદાજે ૩૦૦ કરતાં વધુ લોકો મોરબી એસપી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં ઇન્ચાર્જ એસપી અતુલકુમાર બંસલને આવેદન પત્ર આપીને પીઆઈ પંડયાએ ભોગ બનેલા યુવાનની ફરિયાદ લેવાને બદલે તેને ડરાવી ધમકાવીને સામે વાળાની ફરિયાદ લેવાનું કહ્યું હતું તેવો આક્ષેપ કર્યો હતો અને સામે વાળા કોઈ કારણોસર થોડા સમય પહેલા ઝેરી દવા પી ગયેલ છે જેથી કરીને તું ફિટ થઈ જાઇશ તેવું કહ્યું હતું જેથી કરીને રોષે ભરાયેલા લોકો દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભોગ બનેલા યુવાનની છેતરપિંડીની ફરિયાદ લઈને આરોપીને પકડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને મોરબી પાટીદાર સમાજના આગેવાન નિલેષભાઈ એરવાડીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે રાજયના પંચાયત મંત્રીના પીઆઇ ઉપર આશીર્વાદ છે જેથી કરીને તે દિલ્હીના સિકંદર જેવો રુઆબ કરી રહ્યા છે જેથી કરીને દરેક સમાજની સાથે સંપીને સારી કામગીરી કરે તેવા પીઆઇ મોરબીમાં આપવામાં આવે તેવી માંગ કરેલ છે

Related posts

*HELLO MORBI: દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું છે મહત્વનું યોગદાન*

editor

*HELLO MORBI: ગુજરાતના ચીફ સેક્રટરીશ્રી રાજકુમારે વીડીયો કોન્ફરન્સના માધ્યમથીમોરબી જિલ્લાની પરિસ્થિતિ ની સમીક્ષા કરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒*લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં* *પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગમા ઉપલબ્ધ સારવાર*

editor

Leave a Comment