• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફત થી થયેલા નુકસાન માં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડ ની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ કરેલી જાહેરાત ને આવકારી ને વડાપ્રધાનશ્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે*.

મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું છે કે ગુજરાત પર આવેલી આ આફત સહિત જ્યારે જયારે ગુજરાત ને જરૂરિયાત ઊભી થઈ ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ઉદાર સહાય આપીને ગુજરાત ની વિપદાઓ માં પડખે ઊભા રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ આ વાવાઝોડાની આફતમાં પણ પ્રધાનમંત્રીશ્રી એ ગુજરાતને કરેલી આ સહાય વધુ રાહત રૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે .

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ એમ પણ જાહેર કર્યું છે કે આ વાવાઝોડા ને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેવા મૃતકો ના વારસદારો ને ગુજરાત સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે*.

*આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખ ની સહાય ઉપરાંત અપાશે*.

*આમ રાજ્યમાં વાવાઝોડા થી મૃત્યુ પામેલા વ્યક્તિઓ ના વારસદારો ને કુલ 6 લાખ ની સહાય મળશે*

*મુખ્યમંત્રીશ્રી એ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ તાઉતે વાવાઝોડામાં ઇજા પામેલા લોકો ને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે*.

*આ સહાય પણ પ્રધાન મંત્રીશ્રી એ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે એટલે કે આ વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તો ને કુલ 1 લાખ ની સહાય અપાશે*.

*મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠક માં રાજ્યમાં તાઉતે વાવાઝોડા ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ ની વિશદ ચર્ચા વિચારણા તેમજ અસરગ્રસ્ત વિસ્તારો માં પુનર્વસન અને પૂર્વવત્ સ્થિતિ પ્રસ્થાપિત કરવા માર્ગ મકાન ઊર્જા સહિત ના વિભાગો ના સચિવો ને તાકીદ કરવામાં આવી હતી*.

*આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ,મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મહેસૂલ ના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,મુખ્યમંત્રીશ્રી ના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.*

Related posts

*માંગરોળના નગીચાણા ગામમાં ચૂંટણી નો ખાર રાખીને માર માર્યાની ફરિયાદમાં કાયદા ની કલમો ઉમેરવા તેમજ ન્યાય આપવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં ફરિયાદી*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબીમાં સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હસ્તકળા માટેનું પ્રદર્શની સહ વેચાણ કાર્યક્રમનું આયોજન કરાયું*

editor

*મોરબી જિલ્લાનો ના ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ મી ઓક્ટોબરના યોજાશેજિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી 10 મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે*

Hello Morbi

Leave a Comment