• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા એ કાર્યભાર સંભાળ્યો*

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન પદે સેવાભાવી યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયાની વરણી કરવામાં આવી છે. ત્યારે આજથી તેઓએ બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળી લીધો છે.

 

તાજેતરમાં મોરબી જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરી હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મહત્વની એવી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અજય લોરીયાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આજે અજય લોરીયા એ શ્રીફળ વધેરી વિધિવત રીતે ચેરમેન તરીકેની જવાબદારી સાંભળી લીધી હતી.

આ તકે અજય લોરીયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના છેવાડાના લોકોના કામ કરવા માટે હું કટિબદ્ધ છું અને જિલ્લાનો સમતોલ વિકાસ થાય એ મારી પ્રાથમિકતા રહેશે. અને આ માટે મેં મારા ખર્ચે કાર્યાલય મંત્રી તરીકે બાંધકામ શાખાના નિવૃત સેક્સન ઓફિસર સુમરાભાઈની નિમણૂક કરી છે. એટલે સુમરાભાઈ ઓફીસ સમય દરમ્યાન બાંધકામ સમિતિની ઓફીસમાં હાજર જ રહેશે અને જે લોકોને બાંધકામને લાગતું કામ હોય તેઓ સુમરાભાઈનો (98252 61414) સંપર્ક કરે અને આમ છતાં કોઈ કામ ન થઈ શકતું હોય તો મારો સંપર્ક (99134 33333) કરવો. હું 24 કલાક લોકોની સેવા કરવા કટીબદ્ધ છું.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના લેન્ડગ્રેબીંગના ગુનાના કામે બે નાસતા ફરતા આરોપીઓનેપકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:ડીસાના જલારામ ભકતોએ 31 ડિસેમ્બરની ઉજવણી ગૌપદયાત્રા દ્રારા કરી.નવા વર્ષના પ્રારંભે ગૌમાતાઓનું પૂજન કર્યું*

editor

*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન*

editor

Leave a Comment